ધાનેરાના નેનાવા ત્રણ રસ્તા પાસે નેશનલ હાઇવે પર પડેલા ભુવામાં કાર ફસાઈ

- Advertisement -
Share

ધાનેરાના નેનાવા ત્રણ રસ્તા પાસે આવેલ નેશનલ હાઇવે પર પહેલા વરસાદમાં ભુવો પડવાથી વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. આજે નેશનલ હાઇવે પર પડેલા ભુવામાં કાર ફસાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ રાહત કામગીરી કરી કારને બહાર નીકાળી હતી.
બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. છેલ્લા ચાર દિવસથી બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકા વરસાદનું આગમન થવા પામ્યું છે. છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ નુકશાન થવા પામ્યું છે. તો બીજી તરફ વરસાદના કારણે અનેક રોડ રસ્તા પણ તૂટી જવાના બનાવો સામે આવી રહ્યા છે.
ત્યારે આજે ધાનેરા નેનાવા ત્રણ રસ્તા પાસે નેશનલ હાઇવે પર કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી છે. હલકી ગુણવત્તાવાળું મટિરિયલ વાપરતા નેશનલ હાઇવે પર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. પ્રથમ વરસાદમાં નેશનલ હાઇવે પર ભુવો પડવાથી અનેક સવાલો ઉભા થયા છે. આજે નેશનલ હાઇવે પર પડેલા ભુવામાં એક કાર ભુવામાં ફસાઈ હતી. આ ઘટના બનતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક રાહત કામગીરી કરી કારને બહાર નીકાળી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!