બનાસકાંઠાના એક શિક્ષકને 11 લાખના ડ્રોની લાલચ આપી ગઠિયો 1.7 લાખ રૂપિયા લઇ ઠગી ગયો

- Advertisement -
Share

બનાસકાંઠાના ઢીમામાં રહેતા થરાદની દેવ વિદ્યામંદિરના શિક્ષકે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી.

 

 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં આજે સરહદી વિસ્તાર થરાદમાં પણ એક યુવા શિક્ષક સાથે ફાઇલ ચાર્જના નામે 1.7 લાખ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ થરાદ પોલીસ મથકે નોંધાઇ છે.

 

 

બનાસકાંઠાના ઢીમા ખાતે રહેતા અને થરાદની દેવ વિદ્યામંદિરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણ પરમારના મોબાઈલ પર બે દિવસ અગાઉ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને શિક્ષકને સ્નેપડીલના લકી ડ્રોમાં 11 લાખ રૂપિયાનું ઇનામ લાગ્યું હોવાનું જણાવ્યું હતું.

 

 

ઈનામની રકમ મેળવવા માટે તેમણે 1.7 લાખ રૂપિયા ફાઇલ ચાર્જના ભરવા પડશે તેમ જણાવતા શિક્ષકે અજાણી વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

 

 

બાદ તેઓને લકી ડ્રોના કોઈ પૈસા ન મળતા તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે શિક્ષકે થરાદ પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. થરાદ પોલીસે શિક્ષકની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!