જીલ્લાના સરહદી વિસ્તારમાં વહેલી સવારે વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આજે વહેલી સવારથી વરસાદી ઝાંપટા પડ્યા હતા. જેમાં વાવ, સુઈગામ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના સરહદી પંથકમાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી છે.

જિલ્લામાં થોડાક વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. સરહદી પંથક સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા પડ્યા હતા. ગઈકાલની ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારથી જ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
જિલ્લાના કેટલાય વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જોકે, હજુ પણ સારો વરસાદ વરસે અને ડેમો છલોછલ ભરાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા જોઈએ તો કાંકરેજમાં 10 MM, દાંતામાં 26 MM,દિયોદરમાં 26 MM, ભાભરમાં 10 MM, વડગામમાં 02 MM, સુઈગામમાં 13 MM વરસાદ નોંધાયો છે.
જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં હજુ પણ વધુ વરસાદ પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!