સામરવાડા નજીક ટ્રકની પાછળ પિકપ ડાલું ઘુસતા સર્જાયો અકસ્માત

- Advertisement -
Share

સામરવાડા નજીક રોડ પર પડેલ ટ્રકની પાછળ પિકપ ડાલું ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ભારે જહેમત બાદ પિકપ ડાલાના ચાલકને બહાર કાઢ્યો હતો. પરંતુ પિકપ ડાલાનો ચાલક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ખસેડાયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટના દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સામરવાડા નજીક એક ટ્રક રોડ પર બંધ હાલતમાં પડેલ તે દરમિયાન પુરઝડપે પાછળથી આવી રહેલ પિકપ ડાલાના ચાલકે આગળ પડી રહેલા ટ્રકની પાછળ ઘુસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક 108ની ટીમને જાણ કરતા 108ની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. મહામુસીબતે પિકપ ડાલાના ચાલકને બહાર નિકાળવામાં આવ્યો હતો. પિકપ ડાલાના ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયો હતો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!