ઘુડખર અભયારણ્યમાં તા.16 જૂનથી 15 ઓક્ટોબર-2021 સુધી પ્રવેશ પ્રતિબંધ મુકાયો

- Advertisement -
Share

ગુજરાત સરકારે તા.12/01/1973 ના જાહેરનામાંથી સને-1963 ના ગુજરાતના વન્ય પ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે તા. 16/06/2021થી તા.15/10/2021 સુધી ઘુડખર અભયારણ્યમાં પ્રવેશ પ્રતિબંધ ફરમાવ્યું. કચ્છનું નાનું રણ આઇલેન્ડ/બેટ સહીત કચ્છના નાના રણ અને તેને લાગું આવેલા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભયારણ્ય, શિકાર પ્રતિબંધિત આશ્રય સ્થાન ‘‘જંગલી ગધેડાઓના અભયારણ્ય’’ તરીકે જાહેર કરેલ છે.

 

 

 

આ અભયારણ્યમાં ધુડખર, દીપડા, ચિંકારા, કાળિયાર, નીલગાય, ઝરખ, નાર, શિયાળ, લોકડી અને સાંઢા વગેરે જેવા વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. જેથી રાતના સમયે બિનઅધિકૃત વ્યક્તિઓએ વાહનો લઇ કે પગપાળા અભયારણ્યમાં પ્રવેશ કરવો નહીં અને દિવસ દરમિયાન 20 કિ. મી. થી વધુ ઝડપે કોઇએ વાહનો ચલાવવા નહીં. તેમ છતાં આવા કોઇ શખ્સો માલૂમ પડશે તો તેમની સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવા ધુડખર અભારણ્ય ધાંગ્રધાના નાયબ વન સંરક્ષક એસ. એસ. અસોડાએ જણાવ્યું.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!