ભડથમાં એસ.ઓ.જી.પોલીસની ટીમે ગાંજા સાથે એક શખ્સને દબોચ્યો

- Advertisement -
Share

ભડથની સીમમાં શખ્સે પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું

 

 

ડીસા તાલુકાના ભડથ ગામની સીમમાં શનિવારે એસ.ઓ.જી. પોલીસની ટીમે ખેડૂતના ખેતરમાંથી ગાંજાનું વાવેતર કરેલા શખ્સને ઝડપી પાડ્યો હતો. જેમાં ખેતરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાના છોડવાનું વાવેતર કર્યું હતું. જે માદક પદાર્થ ગાંજાના છોડ નંગ-09 જેનું વજન 1.330 કિ.ગ્રા. કિંમત રૂ.13,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે નાર્કોટીકસ લગત એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, આઇ.જી.પી. બોર્ડર રેન્જ ભૂજ જે.આર.માથોલીયા અને બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલની સુચનાથી એસ.ઓ.જી. પોલીસની ટીમે બાતમીના આધારે શનિવારે ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ભડથ ગામની સીમમાં રહેતાં ધુડનાથ પૂનમનાથ બાવા (ગૌસ્વામી) (રહે.ભડથ, તા.ડીસા, જી. બનાસકાંઠા) વાળાના ખેતરમાં રેડ કરતાં તેઓના ખેતરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાના છોડવાનું વાવેતર કર્યું હતું.

 

 

જે માદક પદાર્થ ગાંજાના છોડ નંગ-૦૯ જેનું વજન 1.330 કિ.ગ્રા. કિંમત રૂ.13,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ધુડનાથ પૂનમનાથ બાવા (રહે.ભડથ, તા.ડીસા) વાળાની અટકાયત કરી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે નાર્કોટીકસ લગત એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!