ડીસા માર્કેટયાર્ડ દિવાળી બાદ ફરીથી ધમધમ્યું : શુભમુહૂર્તમાં વજન કાંટાનું પૂજન કરી વેપારીઓ અને ખેડૂતોએ એકબીજાને સારા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

- Advertisement -
Share

ખેડૂતો અને વેપારીઓએ એકબીજાનું મોં મીઠું કરાવ્યું

 

દિવાળીના વેકેશન બાદ સોમવારે ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લાના માર્કેટયાર્ડમાં વેપારીઓએ ધંધા-રોજગારનો શુભારંભ કર્યો હતો.
સોમવારે સાતમના દિવસે શુભમુહૂર્તમાં વજન કાંટાનું પૂજન કરી ફૂલહાર અર્પણ કરી વેપારીઓ અને ખેડૂતોએ એકબીજાને સારા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

સતત 2 વર્ષ કોરોના મહામારી બાદ ગત વર્ષે ધંધા-રોજગાર થોડા ઘણા ખુલ્યા હતા. તે દરમિયાન દિવાળીના વેકેશનમાં બનાસકાંઠા જીલ્લામાં તમામ માર્કેટયાર્ડની પેઢીઓ તા. 22 થી 30 ઓક્ટોબર સુધી 9 દિવસ દરમિયાન બંધ હતી.

ત્યારબાદ સોમવારે દિવાળીના વેકેશન પછી સાતમના દિવસે વેપારીઓએ તેમના ધંધા-રોજગારનો શુભારંભ કર્યો હતો. પેઢીના વેપારીઓએ સાતમના શુભમુહૂર્તમાં વજન કાંટાને કુમકુમથી તિલક કરી ફૂલહાર અર્પણ કરી ખેડૂતો અને વેપારીઓએ એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું.
જયારે આવનાર વર્ષમાં ખેડૂતો ખૂબ જ સારું, વધુ અનાજનું ઉત્પાદન થાય ખૂબ જ સારા ભાવ મળે અને તમામ લોકોના ધંધા-રોજગારમાં ખૂબ જ લાભ થાય તેવી શુભેચ્છાઓ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.

 

આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે,’માર્કેટયાર્ડના શુભ શરૂઆતના પ્રથમ દિવસે ખેડૂતોને જણસના ભાવ ખૂબ જ સારા મળી રહ્યા છે અને આવા જ ભાવ જળવાઇ રહેશે તેવી પૂરી શક્યતા છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!