ડીસાની કોલેજમાં વેસ્ટ ઝોન યુનિવર્સિટી ક્રિકેટમાં ભાઇઓ અને બહેનોનો પસંદગી કેમ્પ યોજાયો

- Advertisement -
Share

 

ડીસાની ડી.એન.પી. આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજમાં તાજેતરમાં વેસ્ટ ઝોન ક્રિકેટ ભાઇઓ માટેનો પસંદગી કેમ્પ યોજાયો હતો. જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ક્રિકેટ બહેનોનું સિલેક્શન ડી.એન.પી. આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજ-

 

 

ડીસાના યજમાન પદે ટી.સી.ડી ગ્રાઉન્ડમાં સોમવારે કેમ્પ યોજાયો હતો. જેમાં ઉંઝા, મહેસાણા, ડીસા, પાટણ, પી.જી. ભવન અને ચાણસ્મા સહીતની વિવિધ કોલેજોના 22 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.

 

 

આ સિલેક્શનમાં યુનિવર્સિટીમાંથી શારીરિક શિક્ષણ વિભાગના ડાયરેક્ટર ડૉ. ચિરાગભાઇ પટેલ, ડૉ. અજીતભાઇ ઠાકોર, રાહુલભાઇ ડેરીયા અને સિલેકશન કમિટીના સભ્યો ઉપસ્થિત રહી ખેલાડીઓનું પરર્ફોમન્સ તપાસી યુનિવર્સિટીની ટીમનું સિલેક્શન કર્યું હતું.

 

 

આ કેમ્પનું સુંદર અને સફળ આયોજન ડી.એન.પી. કોલેજ સ્પોર્ટ્‌સ ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ ડૉ. આર. ડી.ચૌધરી દ્વારા કરાયું હતું. જ્યારે ટી.સી.ડી ના કોચ વિપુલભાઇ આલે ખૂબ જ સહકાર આપ્યો હતો.

 

 

કોલેજના ટ્રસ્ટીઓએ બહેનોને ઉચ્ચ પરર્ફોમન્સ આપી યુનિવર્સિટીનું નામ રોશન કરવા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!