થરાદમાં પોલીસના વેપારીઓ સાથે અસભ્ય વર્તનથી રોષ : ધારાસભ્યને રજૂઆત કરાઈ

- Advertisement -
Share

થરાદ પોલીસે બજારના વેપારીઓ સાથે અસભ્ય વર્તન કરતા રોષ ભભૂકયો હતો. વેપારીઓએ સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરી હતી. મંગળવારે બપોરના સમયે બજારમાં પોલીસે વેપારીની દુકાનોમાં ઘુસી અસભ્ય વર્તન કરી 1,000 રૂપિયા દંડની રકમ આપવી છે કે પછી પોલીસ મથકે આવવું છે તેમ કહી દંડતમક કાર્યવાહી કરતા વેપારીઓ રોષે ભરાયા હતા.

 

 

આ અંગે ભાજપ શહેર મહામંત્રી અને જ્વેર્લ્સ વેપારી પ્રકાશભાઈ સોનીએ જણાવ્યું હતું કે ‘પોલીસ વેપારીઓ સાથે તોછડું વર્તન કરતાં વેપારી આલમમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અમારે ના છૂટકે રાજકીય નેતાઓને રજુઆત કરવી પડે છે. પોલીસ વેપારીઓ સાથે સમજી વિચારીને વર્તન કરવું એજ પોલીસ માટે યોગ્ય છે. જેથી પોલીસ અને વેપારીઓ વચ્ચે સન્માન જળવાઈ રહે.’

કાપડ વેપારી વિનોદભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે ‘મારી દુકાનમાં મામેરાની ખરીદી કરવા આવેલા માત્ર ચાર ગ્રાહકો હતા. જેમાં બે મહિલાઓ હતી. ત્યારે પોલીસ કર્મીઓ સીધા દુકાનમાં ઘુસીને અપશબ્દો બોલવા લાગ્યા અને કહેલ કે તમારે પોલીસ મથકે આવવું છે કે 1000 રૂપિયાનો દંડ લેવો છે તેવું કહી સીધા દંડ ફટકારી દુકાન આગળ પગથિયે મુકેલી લોખંડની ઝાળીઓ ઉઠાવી ગયા હતા.’

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!