પાલનપુરના રતનપુર નજીક કાર અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માતમાં કારનો ફૂરચો બોલ્યો : એમ્બ્યુલન્સ રોડની સાઇડમાં ખાબકી

- Advertisement -
Share

એમ્બ્યુલન્સ વડગામના દર્દીને પાલનપુર મૂકીને પરત આવતી હતી : કાર ચાલક ઓવરટેક કરવા જતાં સામેથી આવતી એમ્બ્યુલન્સને ટક્કર મારી

 

પાલનપુર રતનપુર નજીક મોડી રાત્રે 108 એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 108 એમ્બ્યુલન્સ વડગામના દર્દીને પાલનપુર હોસ્પિટલમાં મૂકીને આવતાં રતનપુર નજીક એક કાર ચાલકે
અન્ય વાહનને ઓવરટેક કરવા જતાં સામેથી આવી રહેલા 108 એમ્બ્યુલન્સને ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતોમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. જેમાં રાત્રિના સમયે 108 એમ્બ્યુલન્સ વડગામના દર્દીને
પાલનપુર હોસ્પિટલમાં સારવાર અર્થે મૂકી પરત વડગામ ગામ તરફ જતાં પાલનપુર તાલુકાના રતનપુર નજીક મોડી રાત્રે એક કાર ચાલકે ઓવરટેક કરવા જતાં સામેથી આવી રહેલી 108 એમ્બ્યુલન્સને ધડાકાભેર ટક્કર મારી હતી.

કાર ટકરાતાં એમ્બ્યુલન્સ રોડની સાઇડમાં ખાબકી હતી. અકસ્માતના કારણે કાર ચાલકને ઇજાઓ પહોંચી હતી. આ બનાવના પગલે સ્થાનિક લોકો દોડી પહોંચી ઇજાગ્રસ્ત કાર ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
અકસ્માતમાં કાર અને 108 એમ્બ્યુલન્સને મોટું નુકશાન પહોંચ્યું હતું. સમગ્ર બનાવને લઇ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!