ડીસામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વીડીયો ફેસબુકમાં અપલોડ કરતાં અટકાયત કરાઇ

- Advertisement -
Share

ડીસા શહેરમાં એક શખ્સના મોબાઇલમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી લગત વીડીયો મળી આવતાં તેની સામે ગુનો નોંધ્યો છે. ડીસા દક્ષિણ પોલીસને બનાસકાંઠા એસ.ઓ.જી. દ્વારા ચાઇલ્ડ પોર્નોગ્રાફી લગત સીડી બનાવી મોકલી હતી. જેમાં તપાસ કરતાં સ્થાનિક શખ્સના ફોનમાં આ વીડીયો હોવાનું ખૂલ્યું હતું. જેથી શખ્સની શોધખોળ કરી પોલીસ મથકે લાવી પંચોની હાજરીમાં મોબાઇલ તપાસતાં 10 પોર્ન વીડીયો મળી આવ્યા હતા. આ અંગે દક્ષિણ પોલીસે શખ્સની વધુ પૂછપરછ હાથ ધરી તેના વિરૂધ્ધ આઇ.ટી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના ડીસા પંથકમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વીડીયો ફોનમાં મળી આવતાં શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠા એસ.ઓ.જી. દ્વારા ઉચ્ચકક્ષાએથી મળેલ ચાઇલ્ડ પોર્નોગ્રાફીની હકીકત બાબતની સીડી બનાવી ડીસા દક્ષિણ પોલીસને મોકલી હતી.

 

પ્રતીકાત્મક તસવીર

 

જે બાદમાં સીડીમાં આવેલ ટીમના ફોલ્ડરમાં ચેક કરતાં જાકીરહુસૈન ફકીરમહંમદ શેખ (રહે. મીરા મહોલ્લા, ડીસા) ના મોબાઇલમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી વીડીયો હોવાનું ખૂલ્યું હતું. જેથી શખ્સનો સંપર્ક કરી તેને પોલીસ મથકે બોલાવી પંચોની હાજરીમાં તેનો મોબાઇલ ચેક કર્યો હતો. જેમાં તેના ફોનમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી સહીત અન્ય 10 પોર્ન વીડીયો મળી આવ્યા હતા. આ અંગે શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવતાં ચકચાર મચી ગઇ છે.

 

પ્રતીકાત્મક તસવીર

 

 

આ અંગે સૂત્રોએ જણાવ્યું હતુ કે, ‘ભારતમાં પોર્નસાઇટો પર પ્રતિબંધ હોઇ અને ખાસ ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર પણ પ્રતિબંધ હોઇ અવાર-નવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે. ડીસા પંથકના યુવકે ફેસબુકમાં આઇ.ડી. બનાવી આ ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વીડીયો ફેસબુકમાં અપલોડ કર્યો હતો. જેથી પોલીસે તેનો મોબાઇલ કિંમત રૂ.3,000 નો જપ્ત કરી તેના ફોનમાં તપાસ કરતાં અન્ય 10 પોર્ન વીડીયો મળી આવ્યા હતા. આ અંગે શખ્સ વિરૂધ્ધ ડીસા દક્ષિણ પોલીસ મથકે આઇ.ટી. એક્ટની કલમ 67 (બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.’

 

 

 

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!