લાખણીમાં તંત્ર દ્વારા ખાડાના પુરાતા ટ્રેક્ટરમાં માટી ભરીને રસ્તાના ખાડા ભરવામાં આવ્યા

- Advertisement -
Share

લાખણી તાલુકાના ગામડાઓમાં પાણીની મોટી લાઈન નાખવામાં આવી રહી છે. જે અનેક જગ્યાએ રોડ ક્રોસ કરીને નીકળે છે. પરંતુ લાઇનનું રોડ પરનું કામ પુર્ણ થવા છતાં ખોદકામ કરેલી માટીનું પુરણકામ રોડનાં લેવલ પ્રમાણે કરવામાં આવતું નથી. અત્યારે વાસણથી જસરા ગામ સુધીની પીવાના પાણીની લાઈન ખોદકામ કરી ફીટ કરી દેવામાં આવી છે. પરંતુ બાદમાં રોડ પર ખોદકામ કરી માટીનું પુરાણ દબાણ કરી વ્યવસ્થિત રોડ લેવલ કરવામાં આવતું નથી.

 

આથી રહી ગયેલા ખાડાઓ પુરવામાં નહી આવવાના કારણે અકસ્માત સર્જાય તેમ છે. પુરાણને વ્યવસ્થિત રીતે ડામર નાખી રોલર મશીન ફેરવી કરવામાં આવે તેવી જરૂરી સુચનાઓ જવાબદાર કોન્ટ્રાક્ટરને સંબંધિત વિભાગના અધિકારી દ્વારા આપવામાં આવે તેવી માંગણી ગામલોકો અને વાહનચાલકોમાં ઉઠવા પામી છે. જેની વચ્ચે લાખણી તાલુકાના વાસણ(કુડા) ગામના ગાંધીગીરી પર ઉતરેલા સેવાભાવી અને જાગૃત ખેડુત દલાજી વર્ધાજી પટેલ દ્વારા પોતાના ટ્રેક્ટરની ટ્રોલીમાં માટી ભરી લાવીને હાલ પુરતા ખાડા પુરવાનો પ્રયાસ કરાયો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!