પાલનપુરના 6 વિકલાંગ કિશોર-કિશોરીઓ પાટલીપુત્ર ખાતે યોજાયેલી 17મી નેશનલ પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ ફોર સેરેબલ પાલસી સ્પર્ધામાં જુદી જુદી રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી 7 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને 2 બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યા હતા.
પાલનપુરના 6 વિકલાંગ કિશોર-કિશોરીઓએ પાટલી પુત્ર ખાતે 17મી નેશનલ પેરા એથ્લેટક ચેમ્પયનશીપ ફોર સેરબલ રમત સ્પર્ધા ભાગ લઈ આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ અંગે કોચ નિલેશ હેમરાજભાઈ રબારી (કોદરામ)એ જણાવ્યું હતું કે, પાટલીપુત્ર, બિહાર ખાતે ઇન્ડિયા સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ સેરેબલ પાલ્સ પેરા લેમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા તથા બિહાર પેરા સ્પોર્ટ્સ એસો. દ્વારા રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જુદા જુદા 24 રાજ્યોના વિકલાંગ રમતવીરોએ ભાગ લીધો હતો.

જેમાં ગુજરાત રાજ્ય પેરા સ્પોર્ટ્સ એસોસિએશન, ધી ફિજીકલી હેનડીકેપડ દ્વારા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પસંદગી પામેલા ગુજરાતના 38 જેટલા રમતવીરોની પસંદગી કરાઈ હતી.
જે પૈકી ડિસેબલ યુથ ફાઉન્ડેશન પાલનપુર, બનાસકાંઠા દિવ્યાંગ પેરા સ્પોર્ટ્સ સંસ્થા દ્વારા બનાસકાંઠાના 8 રમતવીરોને ટીમ મેનેજર બાબુજી કાંકરેચા અને કોચ નિલેશભાઈ સાથે ભાગ લેવા મોકલવામાં આવ્યા હતા. જેમાં આ સ્પર્ધકોએ દોડ, ભાલા ફેંક, ચક્ર ફેંક, ગોળા ફેંક, લાંબી કૂદમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી 7 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને બે બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યા હતા.
From – Banaskantha Update