MSME મિનિસ્ટ્રીમાં આ પદો પર ભરતી, પરીક્ષા વગર થશે સિલેક્શન, 2.65 લાખ સુધી મળશે પગાર

- Advertisement -
Share

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલય (Ministry of MSME) હેઠળ કાર્યાલય વિકાસ કમિશનરે યંગ પ્રોફેશનલ, સીનિયર કંસલ્ટન્ટ સહિત કેટલાક પદોને ભરવા માટે અરજી મંગાવી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર જે આ પદ માટે અરજી કરવા માંગે છે તે MSMEની ઓફિશિયલ વેબસાઇટ msme.gov.in પર જઇને અરજી કરી શકે છે. આ પદો માટે અરજીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.

આ સિવાય ઉમેદવાર સીધી આ લિંક https://msme.gov.in/ પર ક્લિક કરીને પણ આ પદ માટે અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ 7 પદોને ભરવામાં આવશે.

MSME Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની અંતિમ તારીખ- 31 ઓગસ્ટ

MSME Recruitment 2022 ખાલી જગ્યાની માહિતી

યંગ પ્રોફેશનલ- 02
સલાહકાર ગ્રેડ 1- 02
સલાહકાર ગ્રેડ 2- 01
સીનિયર કંસલ્ટન્ટ- 02

MSME Recruitment 2022 માટે યોગ્ય લાયકાત

યંગ પ્રોફેશનલ- પ્રાસંગિક વિષયમાં માસ્ટર ડિગ્રી અથવા બીઇ/ બી.ટેક અથવા મુખ્ય શૈક્ષણિક સંસ્થામાં સીએસ અથવા આઇટી અથવા MCAની ડિગ્રી હોવી જોઇએ.  પ્રાસંગિક ક્ષેત્રમાં ઓછામાં ઓછો 1 વર્ષનો કાર્ય અનુભવ હોવો જોઇએ.

કંસલ્ટન્ટ ગ્રેડ-1- બીઇ/ બી-ટેક/એમઇ/એમ-ટેક/ એમબીએ (નાણા)/ એમએ (અર્થશાસ્ત્ર)/ LLB/LLM સાથે સબંધિત ક્ષેત્રમાં 05 વર્ષનો કાર્ય અનુભવ હોવો જોઇએ.

કંસલ્ટન્ટ ગ્રેડ 2- કોઇ માન્યતા પ્રાપ્ત સંસ્થાન/ યૂનિવર્સિટીમાંથી એલએલબી સાથે સબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 8 વર્ષનો કાર્ય અનુભવ હોવો જોઇએ.

સીનિયર કંસલ્ટન્ટ- કોઇ પણ ક્ષેત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સાથે સરકારમાં ઓછામાં ઓછો 15 વર્ષનો કાર્ય અનુભવ અથવા કેડરમાં ઓછામાં ઓછો 6 વર્ષના અનુભવ સાથે અપર સચિવ કાર્યાલયમાં કામ કરવાનો અનુભવ હોવો જોઇએ.

યંગ પ્રોફેશનલ

વય મર્યાદા- 32 વર્ષ (1 જુલાઇ 2022)

પગાર ધોરણ- 60 હજાર રૂપિયા (ફિક્સ)

કુલ જગ્યા- 02

કંસલ્ટન્ટ ગ્રેડ 1:

વય મર્યાદા- 45 વર્ષ

પગાર ધોરણ-  80 હજારથી 1 લાખ 45 હજાર

કંસલ્ટન્ટ (ગ્રેડ 2):

વય મર્યાદા- 50 વર્ષ

પગાર ધોરણ- 1 લાખ 45 હજારથી 2 લાખ 65 હજાર સુધી

સીનિયર કંસલ્ટન્ટ

જગ્યાની સંખ્યા- 02
વય મર્યાદા- 62 વર્ષ


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!