વાવના ચોટીલાની દૂધ મંડળીને 25 દિવસથી ખંભાતી તાળાથી પશુપાલકોમાં આક્રોશ ભભૂક્યો

- Advertisement -
Share

દૂધમાં ભેળસેળ થતું હોવાનું સામે આવતા મંડળીને તાળા લગાવ્યા

 

વાવ તાલુકાના ચોટીલ ગામની દૂધ મંડળીને 25 દિવસથી ખંભાતી તાળા લાગ્યા છે. કારણ કે, દૂધ મંડળીના મંત્રી અને ચેરમેન મંડળીમાં અમુક ગ્રાહકો ભેળસેળવાળુ દૂધ આપતાં હોવાનું કહીને મંડળીને તાળા લગાવ્યા છે. દૂધ મંડળીને તાળા લાગતાં ગામના 200 થી વધારે પશુપાલકો અટવાયા છે.
બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના ચોટીલ ગામની દૂધ મંડળીને તાળા લાગ્યા છે. કેમ કે, ચોટીલ ગામની દૂધ મંડળીમાં મંત્રી અને ચેરમેને મંડળીમાં અમુક ગ્રાહકો દૂધ ભેળસેળવાળુ આપતાં હોવાનું કહીને મંડળીને તાળા લગાવ્યા છે.
છેલ્લા 25 દિવસથી દૂધ મંડળીને તાળા લાગતાં ગામના 200 થી વધારે પશુપાલકો અટવાયા છે અને પશુપાલકો આક્ષેપ કરી રહ્યા છે કે, મંડળીના મંત્રી અને ચેરમેન પોતાની મનમાની ચલાવીને પશુપાલકોને
હેરાન-પરેશાન કરી રહ્યા છે. જ્યારે રોષે ભરાયેલા પશુપાલકોએ એકત્ર થઇ દૂધ મંડળીની આગળ સૂત્રોચ્ચાર કર્યાં હતા. જ્યારે દૂધ મંડળી શરૂ થયાથી આજદિન સુધી એક પણ ગ્રામ સભા ન બોલાવી અને ગેરરીતી કરી
રહ્યા હોવાના પશુપાલકોએ પણ આક્ષેપ કર્યાં છે અને ગ્રામજનો ઉગ્ર માંગ કરી રહ્યા છે કે, 25 દિવસથી દૂધ મંડળીને તાળા લગાવ્યા છે તે તાત્કાલીક દૂર કરવામાં આવે જલ્દીથી દૂધ મંડળી શરૂ કરાય તેવી ગ્રામજનો ઉગ્ર માંગ કરી રહ્યા છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!