તીડની સમસ્યા અંગે CM ગેહલોતે PM મોદીને પત્ર લખી આપ્યું આ સૂચન

- Advertisement -
Share

તીડના આક્રમણને લઈને CM ગેહલોતે PM મોદીને પત્ર લખ્યો છે. આ પત્ર રાજસ્થાનના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો છે. તીડ નિયંત્રણ માટે ગેહલોતે પાકિસ્તાનનો સંપર્ક કરવાનું સૂચન કર્યું છે. આ સાથે તેઓએ જણાવ્યું છે કે જો અન્ય દેશ પણ પગલા ભરશે તો જ તીડ નિયંત્રિત શક્ય બનશે.

પશ્ચિમી દેશોમાં તીડ નિયંત્રણના પ્રયાસની તાતી જરૂર

સીએમએ પત્રમાં લખ્યું છે કે પાકિસ્તાનની સીમાથી જેસલમેર, બાડમેર, જાલોર, બીકાનેર, જોધપુર, ચૂરુ, શ્રીગંગાનગર અને હનુમાનગઢ જિલ્લામાં તીડ સતત આક્રમણ કરી રહ્યા છે. સરકાર તેના માટે પ્રભાવી ઉપાય કરી રહી છે. પરંતુ તેનો આતંક ઓછો થઈ રહ્યો નથી.

ગેહલોતે કેન્દ્રીય કૃષિમંત્રીને પણ લખ્યો પત્ર

ગેહલોતે કહ્યું કે તીડ ચેતવણી સંગઠન ભારત સરકારના અધીન હોવાની સાથે રાજ્યને તીડના પ્રકોપથી બહાર લાવવા માટે રજૂઆત કરી હતી. પ્રગેશના માનવીય ભૌતિક અને ટેકનિક સહયોગ આપવાનો પણ અનુરોધ કરાયો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સરકાર તીડના નિયંત્રણ માટે સતત પ્રયાસ કરી રહી છે. તેમના સર્વેક્ષણ અને નિયંત્રણ માટે 37 વાહન ઉપલબ્ધ કરાવાયા છે અને સાથે કીટનાશકોને પણ 50 ટકાનું નાણાંકીય મદદ આપવામાં આવશે.

26 વર્ષ બાદ જોવા મળ્યો તીડનો પ્રકોપ

મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં આ વર્ષે મે મહિનામાં તીડ આવવાના શરૂ થયા હતા. સામાન્ય રીતે ઓક્ટોબરમાં તેમનું પ્રમાણ ઘટે છે. પરંતુ આ વર્ષે તેનો પ્રકોપ વધ્યો છે. તીડનું આવું આક્રમણ 26 વર્ષ બાદ જોવા મળ્યું છે. જે ખેડૂતો અને વનસ્પતિ માટે ખતરા રૂપ છે.

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!