ડીસાના ખરડોસણ નજીક ભારે વાવાઝોડા અને વરસાદને પગલે વૃક્ષ ધરાશાયી થતાં વાહનચાલકો અટવાયા

- Advertisement -
Share

નાના વાહનચાલકોએ રોડની સાઇડમાં થઇને નીકળવાનો પ્રયાસ કર્યો હતો

ડીસા-પાટણ હાઇવે પર મોડી રાત્રે ભારે વાવાઝોડા સાથે વરસાદ ખાબકતાં ખરડોસણ નજીક એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું. જેના કારણે માર્ગ બંધ થઇ જતાં ડીસા-પાટણ હાઇવે પરનો વાહન વ્યવહાર અટવાઇ પડયો હતો.

છેલ્લા 4 દિવસથી ડીસા સહીત આજુબાજુના પંથકમાં રોજ વરસાદી ઝાપટા પડી રહ્યા છે ગઇકાલે પણ મોડી રાત્રે ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદી ઝાપટું પડયું હતું.
ભારે પવન અને વાવાઝોડાના કારણે ડીસા-પાટણ હાઇવે પર ખરડોસણ ગામના પાટીયા નજીક એક અડીખમ ઘટાદાર વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું.
વૃક્ષ ધરાશાયી થતાં આ માર્ગ બંધ થઇ ગયો હતો. ડીસાથી પાટણને જોડતો આ મુખ્ય માર્ગ હોવાથી અનેક વાહનચાલકો પણ અટવાઇ ગયા હતા. જોકે, નાના વાહનચાલકોએ રોડની સાઇડમાં થઇને નીકળવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારે આજુબાજુના ગ્રામજનોની માંગ છે કે, ‘તંત્ર દ્વારા તાત્કાલીક આ ધરાશાયી થયેલા વૃક્ષને ખસેડવામાં આવે તો વાહનચાલકોને મુશ્કેલીઓ સત્વરે હલ થઇ શકે તેમ છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!