પાલનપુરના મલાણા સહીતના અનેક ગામોમાં પાણીની સમસ્યાને લઇને ખેડૂતોએ રેલી યોજી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

 

પાલનપુર તાલુકાના મલાણા સહીત 50 જેટલાં ગામોના ખેડૂતો દ્વારા મલાણા તળાવ લઇને અગાઉ ખેડૂતોએ આંદોલન છેડયું હતું અને સરકારને મલાણા તળાવ પાણીથી ભરવા માટેનું અલ્ટીમેટમ આપ્યું હતું.

 

 

પરંતુ તંત્ર દ્વારા મલાણા તળાવમાં પાણી ન ભરતાં મલાણા ભરવાની માંગને લઇને બુધવારે ખેડૂતો સાથે હજારોની સંખ્યામાં મહીલાઓ પણ રસ્તા પર ઉતરી આંદોલન છેડયું છે.

 

 

બનાસકાંઠા જીલ્લામાં ચોમાસામાં નજીવો વરસાદ થયો હતો. જેના કારણે બનાસકાંઠાના જીવાદોરી સમાન ગણાતા ત્રણેય જળાશયોમાં સિંચાઇ માટે પાણી ન હોવાના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

 

ત્યારે બીજી તરફ દિવસેને દિવસે જમીનમાં પાણીના તળ ઉંડા જઇ રહ્યા છે. જેથી ખેડૂતોના ખેતરમાં ઉભો પાક પણ હવે નષ્ટ થવાને આરે છે.

 

 

ત્યારે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મલાણા ગામ સહીત 50 ગામોમાં પાણીની સમસ્યા ઉભી થઇ છે. તાજેતરમાં જ મલાણા તળાવમાં પાણી ભરવા માટે હજારોની સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર રેલી યોજી જીલ્લા કલેક્ટર આનંદ પટેલને આવેદનપત્ર આપ્યું હતું અને સરકારને અલ્ટીમેટમ પણ આપ્યું હતું.

 

 

પરંતુ આજદિન સુધી મલાણા તળાવમાં પાણી ન ભરવામાં આવતાં એકવાર ફરી મલાણા તળાવ ભરવાની માંગને લઇ ખેડૂતો સાથે હજારોની સંખ્યામાં મહીલાઓએ આંદોલન છેડયું છે.

 

 

મહીલા અને પુરૂષ ખેડૂતો પાલનપુરના બિહારીથી જીલ્લા કલેક્ટર કચેરી સુધી બુધવારે 2 કિલોમીટર સુધી પગપાળા રેલી યોજી પાણી નહીં તો વોટ નહીં ચૂંટણી બહીષ્કાર સહીતના સૂત્રોચ્ચાર સાથે હજારોની સંખ્યામાં ખેડૂતો અને મહીલાઓએ પાણી માટે આંદોલન છેડયું છે.

 

 

અને ખેડૂતોને પાણીની માંગ સાથે જીલ્લા કલેક્ટર કચેરી આગળ ધરણાં પર ઉતર્યાં છે ખેડૂતોએ માંગ કરી છે કે, ‘જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારી છે.’

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!