પાલનપુર નજીક એલ.સી.બી. પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2 શખ્સોને ઝડપ્યા

- Advertisement -
Share

 

પાલનપુરના મલાણા પાટીયા નજીકથી એલ.સી.બી. પોલીસની ટીમે દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. આ અંગે રૂ. 34,800 નો દારૂ, કાર અને મોબાઇલ મળી કુલ રૂ. 3,81,960 નો મુદ્દામાલ જપ્ત લઇ 2 શખ્સોની અટકાયત કરી હતી.

 

 

એલ.સી.બી. પી.આઇ. એચ. પી. પરમારે સ્ટાફ સાથે પાલનપુરના મલાણા પાટીયા નજીક પસાર થઇ રહેલી કાર નં. GJ-05-JA-7572 ને ઉભી રખાવી તલાશી લેતાં અંદરથી રૂ. 34,800 ની વિદેશી દારૂની બોટલ નંગ-360 મળી આવી હતી.

 

આ અંગે રૂ. 3,35,000 ની કાર અને રૂ. 5,000 નો મોબાઇલ સહીત કુલ રૂ. 3,81,960 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બાડમેર જીલ્લાના સીવાના તાલુકાના ધીરા ગામના જગમાલસિંહ રૂપસિંહ રાજપૂત અને શૈલેષ ઉર્ફે ચેનારામ ગીગારામ દેવાસીને ઝડપી પાડયા હતા.

 

દારૂ ભરાવનાર જાલોરના સુરેશભાઇ અને મંગાવનાર અમદાવાદના યશભાઇ સામે પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધી ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!