કોરોના વેક્સીનને ભારતમાં મળી મંજૂરી : PM મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને આપી શુભેચ્છા

- Advertisement -
Share

ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ભારતમાં કોરોના વેક્સીન ની ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. સાથે જ ઝાયડસ કેડિલા હેલ્થકેરની જાયકોવ-ડીને ફેઝ-3 ટ્રાયલની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કોરોના વેક્સીનના ઉપયોગને મંજૂરી મળવા પર શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ પગલું કોરોના વાયરસની વિરુદ્ધની લડાઈમાં ખૂબ જ અગત્યનું સાબિત થશે. વડાપ્રધાને વેક્સીન તૈયાર કરવામાં લાગેલા તમામ વૈજ્ઞાનિકોનો પણ આભાર વ્યક્ત કર્યો.

 

 

ડી.સી.જી.આઈ.એ જાણકારી આપી છે કે કોવિશીલ્ડ અને કોવેક્સીન સંપૂર્ણપણે સુરક્ષિત છે. વેક્સીનેશન દરમિયાન આ વેક્સીનના 2-2 ડોઝ આપવામાં આવશે. બીજી તરફ કેડિલા હેલ્થકેરની વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલના ત્રીજા ચરણને પણ મંજૂરી આપવામાં આવી છે.

 

 

 

 

કોરોના માટે બનેલી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિએ શનિવારે ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમર્જન્સી ઉપયોગીની શરતો સાથે મંજૂરી આપવાની ભલામણ કરી હતી. આ પહેલા શુક્રવારે સિરમ ઈન્સ્ટીટ્યૂટની કોવીશીલ્ડને પણ આ પ્રકારની મંજૂરી આપવાની ભલામણ કરાઈ હતી. જો આજે બન્ને કાં પછી બન્નેમાંથી કોઈ એકને પણ DCGI તરફથી મંજૂરી મળી જશે તો આશા વ્યક્ત કરવામાં આવ રહી છે કે આ સપ્તાહથી વેક્સિનેશન ડ્રાઈવ પણ શરૂ થઈ શકે છે. તૈયારીઓની ચકાસણી કરવા માટે આખા દેશમાં વેક્સિનેશન ડ્રાઈ રન પણ શરૂ થઈ ચૂક્યાં છે.

 

 

 

સાથે જ કોવીશીલ્ડ અથવા AZD1222ને ઓક્સફોર્ડ યૂનિવર્સિટીએ બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા સાથે મળીને બનાવી છે. અદાર પૂનાવાલાનું સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા તેની ભારતમાં ટ્રાયલ્સ કરી રહ્યો છે. 1 જાન્યુઆરીએ સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિએ તેને મંજૂરી આપવાની ભલામણ કરી હતી. કોવેક્શિન સ્વદેશી છે. તેને હૈદરાબાદની કંપની ભારત બાયોટકે ઈન્ડિય કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને બનાવી છે.

 

 

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!