વાવ સુઈગામ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે રાહદારીને કચડી દઈ ફરાર થઇ જતા કરુણ મોત

- Advertisement -
Share

વાવ સુઈગામ હાઈવે પર આવેલ ભાટવર નજીક હિટ એન્ડ રનની ઘટના બનવા પામી. જેમાં અજાણ્યા વાહનચાલકે રાહદારીને ટક્કર મારતા રાહદારીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

 

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે આજે બનાસકાંઠાના વાવ-સુઇગામ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી વાવ સુઈગામ હાઇવે પર આવેલ ભાટવર નજીક રોડ પરથી પસાર થઈ રહેલા રાહદારીને કારના ટાયર નીચે કચડી દેતા રાહદારીનું ઘટના સ્થળે મોત થયું હતું.

આકસ્માતને લઈને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તેમજ આ ઘટનાની જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અકસ્માત સર્જનાર વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!