ડીસામાં એક ઓફીસમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા

- Advertisement -
Share

દરવાજો તોડી ઓફીસમાં પડેલા રૂ. 1,25,000 ની રોકડની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર

 

ડીસામાં મધ્યમાં આવેલ શોપિંગ સેન્ટરમાં આવેલી વકીલની બંધ ઓફીસને તસ્કરોએ નિશાન બનાવતાં ચકચાર મચી ગઇ હતી.

 

જયારે તસ્કરોએ દરવાજો તોડી ઓફીસમાં પડેલા રૂ. 1,25,000 ની રોકડની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઇ ગયા હતા.
આ અંગે વકીલે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં જજ બંગલા આગળ આવેલા ખુશ્બુ શોપિંગ સેન્ટરના ટોપ ફ્લોર ઉપર હીનાબેન ઠક્કર અને ગંગારામભાઇ પોપટની વકીલાત માટેની ઓફીસ આવેલી છે.
જો કે, શનિવારે સાંજે ઓફીસ બંધ કરી પોતાના ઘરે ગયા હતા અને બીજા દિવસે રવિવારે સાંજે ચારેક વાગ્યે ઓફીસમાં કામ હોવાથી ઓફીસ ઉપર આવ્યા હતા.

 

જો કે, ત્યાં પ્રવેશતા જ ઓફીસનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો અને તાળુ તૂટેલું જોઇ હીનાબેને વકીલ ગંગારામભાઇ અને કિશોરભાઇને ઓફીસે બોલાવ્યા હતા.

 

અને ઓફીસમાં તપાસ કરતાં ઓફીસના ટેબલના ડ્રોવરમાં રાખેલા રૂ. 1,25,000 ની રોકડની ચોરી થયા હોવાનું માલૂમ પડયું હતું.

 

આ અંગે વકીલ હીનાબેન જમનલાલ ઠક્કરે ડીસા દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!