ડીસામાં મોડી રાત સુધી ડી.જે. સાઉન્ડ વગાડતાં 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
Share

લગ્ન પ્રસંગ હોઇ ત્યાં જય મેલડી સાઉન્ડનું ડી.જે. સાઉન્ડ મોડી રાત્રે 2 વાગ્યા સુધી વાગતું હોઇ ડીસા ઉત્તર પોલીસે કાર્યવાહી હાથ ધરી

ડીસાના ટેકરા વિસ્તારમાં મોડી રાત સુધી ડી.જે. સાઉન્ડ વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવવા મામલે ડીસા ઉત્તર પોલીસે 2 શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના વાડી ટેકરા વિસ્તારમાં ઉત્તર પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કંટ્રોલ રૂમ પાલનપુરથી કોલ આવેલ કે, ડીસાના વાડી ટેકરા વિસ્તારમાં મોડી રાત સુધી ડી.જે. વગાડવામાં આવી રહ્યું છે.

 

જેના પગલે પોલીસ તપાસ હાથ ધરતાં વાડી ટેકરા વિસ્તારમાં રહેતાં ગીતાબેન સવાજી ઠાકોરના ઘરે લગ્ન પ્રસંગ હોઇ ત્યાં જય મેલડી સાઉન્ડનું ડી.જે. મોડી રાત્રે 2 વાગ્યા સુધી વાગતું હોઇ આ મામલે પોલીસે ધ્વનિ
પ્રદૂષણ ફેલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા મામલે ગીતાબેન સવાજી ઠાકોર અને વિકીભાઇ દશરથજી ઠાકોર સામે ગુનો નોંધી સ્થળ ઉપરથી 4 મોટા લાઉડ સ્પીકર જેની કિંમત રૂ. 1,00,000 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!