ડીસા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ડીસા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવામાં નહી આવે તો તા. 04/07/2022 ના રોજ તમામ તલાટી કમ મંત્રીઓ એકત્રિત થઇ જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપશે

 

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા 2 દિવસથી તલાટી કમ મંત્રીઓ હડતાળમાં જોડાયા છે. જેને લઇને ગ્રામ પંચાયત કચેરીઓમાં સરકારી કામકાજ ઠપ્પ થઇ જવા પામ્યું છે.

ત્યારે શૈક્ષણિક દાખલા સિવાયની તમામ કામગીરી તલાટી કમ મંત્રીઓ દ્વારા બંધ કરી દેવાતાં અરજદારો પણ મુશ્કેલીમાં મૂકાયા છે.

 

દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી અંકીતાબેન ઓઝાની તાત્કાલીક અસરથી માંગને લઇને તલાટી કમ મંત્રી એસોસીએશન હડતાળમાં જોડાયા છે.

 

ત્યારે ગુરુવારે ડીસા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ડીસા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઇ હતી.

 

અને જણાવ્યું હતું કે, દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી અંકીતાબેન ઓઝા દ્વારા દાંતીવાડા તલાટી કમ મંત્રીઓને ખોટી રીતે હેરાન-પરેશાન કરીને પોતાની આર્થિક માંગણીઓ ન સંતોષાતાં 2 તલાટી કમ મંત્રીના

 

ઇઝાફા અટકાવીને તલાટી કમ મંત્રીઓને બાનમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેને લઇને તલાટી કમ મંત્રી એસોસીએશન દ્વારા હડતાળમાં જોડાવાની ફરજ પડી છે.

 

અને દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીની જીલ્લા બહાર બદલી કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી. જો તા. 03/07/2022 સુધીમાં દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવામાં નહી આવે તો તા.
04/07/2022 ના રોજ બનાસકાંઠા જીલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓ એકત્રિત થઇ પાલનપુર ગલબાકાકા ચોકથી રેલી કાઢી જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ધરણાં પર બેસી ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!