અમીરગઢ બોર્ડર પરથી કન્ટેનરમાંથી પોલીસે દારૂ સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 27,78,616 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી એક કન્ટેનરમાંથી અમીરગઢ પોલીસે 510 જેટલી પેટી ભરેલો દારૂ ઝડપી પાડયો છે.
જેમાં કુલ રૂ. 27,78,616 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે અમીરગઢ પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના ઇસાન સરહદે આવેલી અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ જે રાજસ્થાન તરફથી આવતાં વાહનોનું ઝીણવટ ભર્યું ચેકીંગ હાથ ધરવામાં આવતું હોય છે.
નાના વાહનોથી લઇ બોર્ડર પરથી પસાર થતાં મોટા વાહનોને તપાસી ગુજરાતમાં પોલીસ પ્રવેશ કરવામાં આવતો હોય છે.
જેમાં રાજસ્થાન તરફથી આવતાં વાહનોનું ગુજરાત-2022 વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઇ અમીરગઢ બોર્ડર ઉપર સાધન ચેકીંગ કરતાં અમીરગઢ પોલીસને મોટી સફળતા હાથ મળી છે.

 

જેમાં રાજસ્થાન તરફથી આવતાં એક શંકાસ્પદ કન્ટેનરને અમીરગઢ પોલીસે રોકાવી તપાસ કરતાં ખાખી કલરના ખોમાં કુલ 510 જેટલી દારૂની પેટીઓ કુલ 9,204 બોટલો જેની કિંમત કુલ રૂ. 17,67,216 સહીત
એક શખ્સની અટકાયત કરી કુલ રૂ. 27,78,616 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે અમીરગઢ પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!