ડીસામાં પડતર માંગણીઓને લઇ તબીબોની હડતાળથી દર્દીઓ અટવાયા

- Advertisement -
Share

 

સમગ્ર ગુજરાતમાં સરકારી તબીબો પર પોતાની પડતર માંગણીઓને લઇને હડતાળનું હથિયાર ઉગમ્યું છે. ત્યારે સરકારી પ્રાથમિક આરોગ્ય સામૂહીક આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ ખોરવાઇ જવા પામી છે.

 

 

સરકારી તબીબો દ્વારા પોતાની માંગણીઓને લઇને અગાઉ સરકારમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા કોઇ જવાબ ન મળતાં સોમવારે ગુજરાતમાં 10,000 જેટલાં તબીબો હડતાળમાં જોડાયા છે.

 

 

ત્યારે તબીબોની હડતાળના પગલે દર્દીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેમાં સેકરા ગામની એક દિકરી ધો. 10 ની પરીક્ષા આપી પાલનપુરથી પરત આવતાં ડીસા બસ સ્ટેશનમાં ચક્કર આવતાં એક સેવાભાવી નાગરીક દ્વારા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

 

 

પરંતુ તબીબો હડતાળ પર હોઇ હોસ્પિટલ સ્ટાફ દ્વારા અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે જવાનું જણાવતાં સેવાભાવી નાગરીક દ્વારા મિડીયાનો કોન્ટેક કરતાં સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા દિકરીને સારવાર અર્થે બાટલા ચડાવી જરૂરી સારવાર અપાઇ હતી.

 

 

ત્યારબાદ દિકરીની તબિયતમાં સુધારો આવ્યો હતો. જ્યારે પ્રાથમિક અને સામૂહીક તબીબો હડતાળમાં જોડાતાં ગ્રામિણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ ખોરવાઇ હોવાનું જાણવા મળ્યું હતું.

 

 

ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી દ્વારા પણ તબીબોની માંગને સરકાર દ્વારા સ્વીકારીને દર્દીઓને આરોગ્ય સેવાઓ તાત્કાલીક અસરથી ઉપલબ્ધ કરાવવામાં તેવી સરકારને વિનંતી કરાઇ હતી.

 

જો કે, સમગ્ર ગુજરાતમાં સરકારી તબીબો હડતાળમાં જોડાતાં સારવાર અર્થે આવતાં દર્દીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ત્યારે સરકાર દ્વારા પણ તબીબો હડતાળમાં જોડાતાં દર્દીઓ માટે યોગ્ય આરોગ્ય સેવાઓ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી રહી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!