ડીસા અને થરાદમાં ભરૂચના સાંસદ સામે મામલતદાર કચેરીના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો

- Advertisement -
Share

 

ભરૂચના સાંસદ મનસુખ વસાવા સામેના આંદોલનને સમગ્ર ગુજરાતમાં મામલતદાર કચેરીના મહેસુલી કર્મચારીઓએ વેગવંતી બનાવી દીધી છે.

 

 

કરજણના મામલતદાર સાથે અશોભનીય વર્તનને લઇ ચર્ચામાં આવેલા મનસુખ વસાવા માફી માંગે તેવી માંગ સાથે છેલ્લા 2 દિવસથી રાજ્યના તમામ મામલતદાર અને મહેસુલી કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે.

 

 

ત્યારે ડીસા મામલતદાર કચેરીના કર્મચારીઓ ફરજ પર પણ કાળી પટ્ટી ધારણ કરી હતી અને કામકાજથી અળગા રહ્યા હતા.

 

 

ત્યારે સતત બીજા દિવસે ડીસામાં મહેસુલ વિભાગ દ્વારા શુક્રવારે મામલતદાર કચેરીઓ બંધ રાખી સાંસદ મનસુખ વસાવા સામે વિરોધ નોંધાવ્યો હતો.

 

 

કરજણના મામલતદાર સાથે કરેલા અશોભનીય વર્તનને લઇ સાંસદ દ્વારા માફી માંગવામાં આવે તેવી માંગ સાથે ડીસાના મહેસુલ વિભાગના અધિકારી-કર્મચારીઓએ માસ સી.એલ. પર ઉતરી જઇ કામકાજથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો.

 

 

જ્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા સામેના આંદોલનને મહેસુલી કર્મચારીઓએ વેગવંતુ બનાવી દીધું છે. કરજણના મામલતદાર સાથે અશોભનીય વર્તનને લઇ ચર્ચામાં આવેલા મનસુખ વસાવા માફી માંગે તેવી માંગ સાથે છેલ્લા 2 દિવસથી રાજ્યના તમામ મામલતદાર અને મહેસુલી કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે.

 

 

ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા કરજણ મામલતદાર અને જાહેરમાં ઝાટકણી કરતાં અને અભદ્ર વર્તન કરતાં અને મનસુખ વસાવાના વર્તનના કારણે સમગ્ર ગુજરાતમાં મામલતદાર એસોસીએશન અને કર્મચારીઓ દ્વારા ટેકો

 

 

જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે શુક્રવારે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પણ ભરૂચના સાંસદ મનસુખ વસાવા સામે વિરોધ નોંધાવ્યો હતો.

 

 

ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવા દ્વારા કરજણ મામલતદારને જાહેરમાં ઝાટકણી કરાઇ હતી.

 

 

અને મામલતદાર સાથે અભદ્ર વર્તન કરતાં ભરૂચના સાંસદ સભ્ય મનસુખ વસાવા સામે સમગ્ર ગુજરાતમાં મામલતદાર એસોસીએશન અને કર્મચારીઓ દ્વારા જાહેરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

 

 

ત્યારે શુક્રવારે બનાસકાંઠાના સરહદી પંથકના એવા થરાદ-વાવ મામલતદાર ઓફીસ અને પ્રાંત કચેરીના સ્ટાફે પણ વિરોધ નોંધાવ્યો હતો અને માસ સી.એલ. પર ઉતરી આવ્યા હતા.

 

 

38 જેટલાં કર્મચારીઓ, મામલતદાર અને પ્રાંત કચેરીનો સ્ટાફ કામથી દૂર રહી ભરૂચના સાંસદ સભ્ય મનસુખ વસાવા સામે વિરોધ નોંધાવ્યો હતો.

 

ગઇકાલે પણ મામલતદાર એસોસીએશનના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી કચેરીઓમાં વિરોધ દર્શાવ્યો હતો ત્યારે શુક્રવારે પણ એસોસીએશન અને કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતર્યાં હતા.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!