ACBની સફળ ટ્રેપથી મામલતદાર સહિત બે લાંચિયાઓને 2.60 લાખની લાંચ લેતા ઝડપી લીધા

- Advertisement -
Share

ગાંધીનગર કલોલ મામલતદાર કચેરીમાં ACBએ ટ્રેપ કરી મામલતદાર, નાયબ મામલતદાર અને ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા. ACBની કાર્યવાહીના પગલે લાંચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. 2 લાખ 60 હજારની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા છે. ઘટના એવી છે કે ફરિયાદીએ મુલસણા ગામની બિનખેતી જમીનની તેઓના ટ્રસ્ટમાં વેચાણની 23 એન્ટ્રી કરાવવા અરજી કરી હતી. જેથી કલોલ મામલતદાર ડૉ. મયંક મહેંદ્ર પટેલે એન્ટ્રી દીઠ 12 હજાર રૂપિયા એટલે કે કુલ 2 લાખ 76 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી.

મયંક મહેન્દ્રભાઈ પટેલ, મામલતદાર

લાંબી રકઝક બાદ અઢી લાખની રકમ નક્કી કરવામાં આવી હતી. આ ઉપરાંત ઈ-ધરામાં નાયબ મામલતદાર પ્રવિણ મૂળજી પરમારે પણ 10 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી. કુલ 2 લાખ 60 હજારમાં ડીલ નક્કી થઈ હતી. ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો.

નીખીલ કિશોરભાઈ પાટીલ, કોમ્પુટર ઓપેરેટર

જેથી એસીબીએ છટકું ગોઠવ્યું અને નક્કી થયા મુજબ આજે ફરિયાદી લાંચની રકમ દેવા ઓફિસમાં પહોંચ્યા હતાં. આ સમયે મામલતદાર ડૉ. મયંકે આ રકમ ઈ-ધરાના નાયબ મામલતદાર પ્રવિણ પરમારને આપવા સૂચના આપી હતી. જેથી ફરિયાદી ઈ-ધરા મામલતદાર પાસે પહોંચ્યા જેને આ રકમ ઈ-ધરા શાખામાં કોંટ્રાકટ બેઈઝથી કામ કરતા કોમ્પ્યુયર ઓપરેટર નિખીલ પાટીલને ચૂકવવાની સૂચના આપી.

 

નિખીલ પાટીલે લાંચની રકમ સ્વીકારતા જ એસીબીએ ટ્રેપ ગોઠવી અને મામલતદાર ડૉ. મયંક પટેલ અને કોમ્પ્યુટર ઓપરેટર નિખીલ પાટીલને રંગેહાથ ઝડપી લીધા. જ્યારે ઈ-ધરાના નાયબ મામલતદાર પ્રવિણ પરમાર એસીબીની ટ્રેપ થતા નાસી છૂટ્યા હતાં. ગાંધીનગર એસીબીની ટ્રેપના પગલે લાંચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!