ડીસામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને ઘર ફાળવ્યા

- Advertisement -
Share

ડ્રોમાં ઘર વિહોણા પરિવારોને ઘરનું ઘર મળતાં તેઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા

 

ડીસા નગરપાલિકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે મકાનોના ડ્રો યોજાયા હતા. જેમાં ઘર વિહોણા 149 પરિવારને ઘરનું ઘર મળ્યું હતું. ગરીબ લોકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે યોજના અંતર્ગત ઘર આપવામાં આવ્યા છે.

ભાજપ શાસિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘર વિહોણા પરિવારને ઘરનું ઘર મળી રહે તે હેતુથી ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ડીસામાં હરીઓમ સ્કૂલની પાછળ ફલેટ બનાવવામાં આવ્યા છે.
ડીસા નગરપાલિકાના હોલમાં ડ્રો સીસ્ટમ યોજના અંતર્ગત ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો. શહેરમાંથી કુલ 217 જેટલાં ફોર્મ રજૂ કરાયા હતા.

જે પૈકી ડ્રો સીસ્ટમ આધારે 149 લાભાર્થીઓને ઘરના ઘરનો લાભ મળ્યો હતો. ડ્રોમાં ઘર વિહોણા પરિવારોને ઘરનું ઘર મળતાં તેઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા.
આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર, બનાસકાંઠા જીલ્લા ભાજપ મહામંત્રી કૈલાશભાઇ વી. ગેલોત, શહેર ભાજપ મહામંત્રી રાકેશભાઇ પટેલ, હકમાજી પુરોહીત, પાણી પુરવઠા ચેરમેન અમિતભાઇ રાજગોર અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!