અંબાજીમાં રાજસ્થાનના રાજ્યપાલે પરિવાર સાથે માઁ અંબાના ચરણોમાં શિશ ઝુકાવી ધન્યતા અનુભવી

- Advertisement -
Share

બનાસકાંઠાના કલેક્ટરે રાજ્યપાલને માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું : રાજ્યપાલને અંબાજી મંદિરના પૂજારીએ માતાજીની ચુંદડી ઓઢાડી બહુમાન કર્યું

 

શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એવા વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં સોમવારે રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કરી માઁ અંબાના આશિર્વાદ મેળવ્યા હતા.
માઁ અંબાના દર્શન માટે અંબાજી પધારેલા રાજ્યપાલનું આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.

રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ તેમના ધર્મપત્ની સત્યવતી મિશ્રા સાથે અંબાજી મંદિરના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધી-વિધાન સાથે માતાજીની પૂજા-અર્ચના કરી હતી.
રાજ્યપાલને અંબાજી મંદિરના પૂજારીએ માતાજીની ચુંદડી ઓઢાડી બહુમાન કર્યું હતું. દર્શન બાદ માતાજીની ગાદી ઉપર પણ ભટ્ટજી મહારાજના આશિર્વાદ મેળવ્યા હતા.

 

માતાજીના દર્શનથી ભાવવિભોર બનેલા રાજ્યપાલે પોતાને અને પરિવારજનોને સૌભાગ્યશાળી ગણાવી માતાજીના દર્શનની અભિલાષા પૂરી થઇ હોવાનું જણાવ્યું હતું.

 

તેમણે યાત્રિકો માટેની વ્યવસ્થાની પ્રસંશા કરી તેને વધુ સુવિધાજનક બનાવવા જણાવ્યું હતું. તેની સાથે કોરોનાની મહામારીનો વિનાશ થાય અને રાજ્ય તેમજ દેશ આરોગ્યની સુખાકારી ભોગવે અને પ્રગતિના પથ પર જાય એવી માતાજીને પ્રાર્થના કરી હતી.
તેમણે વ્યક્તિગત રીતે માતાજી પોતાને દેશ સેવા માટે સામ્યર્થવાન બનાવે એવા માતાજી પાસે આશિર્વાદ માંગ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!