વાવના એક ગામે રસ્તા બાબતે સ્થાનિકોએ વિરોધ દર્શાવી રસ્તા પર રામધૂન બોલાવી

Share

વાવ તાલુકામાં આવેલ માડકા ભાજપ જીલ્લા પ્રમુખનું ગામ છે. ભાજપ શાસિત માડકા પંચાયતના રાજમાં વિકાસના કામોમાં ભારે ગેરરીતિ આચરાતી હોવાની બુમરાણ મચી છે. માડકાથી દીપાસર સુધીના બિસ્માર રસ્તા રીપેર ન થતા સ્થાનિક લોકો રોષે ભરાયા છે અને રામધુન બોલાવીને રસ્તા પર બેસીને સ્થાનિક લોકો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

[google_ad]

રાજ્ય સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવા છતાં માડકા પંચાયતના રાજમાં વિકાસની પોલ ખુલી રહી છે. માડકા પંચાયત પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ નિષ્ફળ રહી છે.

[google_ad]

ગામના રસ્તા માટે કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં આજે ગામમાં એક પણ રોડ સારો કહી શકાય તેવી સ્થિતિમાં નથી. ગામમાંમાં ઠેર-ઠેર બિસ્માર રસ્તા જોવા મળી રહ્યા છે. ત્યારે ગામના માડકાથી દીપાસરને જોડતો રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં છે. ચૂંટણી ટાણે ઠાલા વચનો આપનાર પંચાયતના સતાધીશો, ભાજપ પ્રમુખ, ધારાસભ્યો હજી સુધી આ વિસ્તારના સ્થાનિક લોકોને એક નવીન રસ્તાની પણ ભેટ આપી શક્યા નથી.

[google_ad]

ત્યારે બિસ્માર રસ્તાને લઈને એક રસ્તો સ્થાનિક સ્વ ખર્ચ રીપેર કરી અન્ય રસ્તા રીપેર કરવાની કરાઈ માંગ કરાઇ હતી. સ્થાનિક લોકો રસ્તો બનાવવા માટે પંચાયતના સતાધીશો અને જીલ્લા ભાજપ પ્રમુખ, વાવ ધારાસભ્ય સુધી વારંવાર રજુઆત કરી કરીને થાક્યા છે. પરંતુ માડકામાં 6 રસ્તાઓ રીપેર કરવામાં નહી આવે તો સ્થાનિક લોકોએ પંચાયતનો ઘેરાવો કરી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.

 

From – Banaskantha Update


Share