ડીસામાં વોર્ડ નંબર 2ના આમ આદમી પાર્ટીના ઉમેદવારે અનોખી પહેલ સાથે ઉમેદવારીપત્રની નોંધણી કરાવી

- Advertisement -
Share

રૂપિયા 2000ની ડીપોઝીટ પેટે પાંચના સિક્કા સાથે પરચુરણ ભરી ઉમેદવારીપત્રક ભર્યું

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અનેક ઉમેદવારો પોતાના ફોર્મ ભરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના બટાકા નગરી તરીકે ઓળખાતું શહેર ડીસામાં પણ ઉમેદવારો ઉમેદવારીપત્રક ભરીને નોંધણી કરાવી રહ્યા છે ત્યારે ડીસાનો વોર્ડ નંબર 2માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હરેશભાઈ ઠક્કરે એક અનોખી રીતે ઉમેદવારી પત્રક ભર્યું હતું જેમાં તેઓએ પોતાની ચાલતી લારી પરથી વેપારમાંથી રૂપિયા 2000ના પરચુરણ સિક્કા લઈને ઉમેદવારી નોંધાવવા માટે ડીસાના નાયબ કલેકટર કચેરીમાં પહોંચ્યા હતા અને ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમની માતાના ચરણ સ્પર્શ કરીને ઉમેદવારી નોંધાવી હતી.

 

 

જેમાં ડીસાના તમામ વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો પોતાનું ફોર્મ ભરીને નોંધણી કરાવી રહ્યા છે આ વખતે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે જેના લીધે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જણાવ્યું હતું કે જો આ વખતે ડીસા નગરપાલિકામાં આમ આદમી પાર્ટી આવશે તો છેલ્લા પાંચ વર્ષમાં નહિ કરેલા વિકાસના કામો અમે પણ કરીશું અને લોકોની દરેક સમસ્યાઓનું અમે નિરાકરણ લાવીશુ

 

ડીસાના દરેક વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારના ફોન નંબર સાથે લોકોના જે પણ પ્રશ્ન હોય તે અમને વોટ્સએપના માધ્યમથી મોકલી શકશે અને તાત્કાલિક ધોરણે તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવશે તેવી ખાતરી સાથે આમ આદમી પાર્ટીની ભવ્ય જીત સાથે ડીસા નગરપાલિકા હોદ્દો સભાળશે અને ડીસા શહેરને ભ્રષ્ટાચાર મુક્ત બનાવશેના વાયદા કર્યા.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!