ડીસામાં દોઢ લાખ વસૂલવા માતા-પુત્રીને ખેતરમાં બંધક બનાવાયાં હતાં, પોલીસે બંધક બનાવનાર બે યુવકને દબોચ્યા

- Advertisement -
Share

ડીસા તાલુકાના જૂનાસણથ ગામે બે દિવસ અગાઉ ઝટકા મશીનના કરંટથી માતા-પુત્રીનાં મોતની ઘટનામાં કોલ-ડિટેલના આધારે નવો વળાંક આવ્યો છે. દોઢ લાખ વસૂલવા બે યુવકે સાંડિયા ગામના ખેતરમાં બંનેને બંધક બનાવ્યાં હતાં. આ દરમિયાન રાત્રે તકનો લાભ લઈ બંને જીવ બચાવવા ભાગ્યાં હતાં, એ દરમિયાન ઝાટકા મશીનનો કરંટ લાગતાં બંનેનાં મોત નીપજ્યાં હતાં. ભીલડી પોલીસે હત્યાનું પગેરું શોધી માતા-પુત્રીને બંધક બનાવનાર સાંડિયા ગામના 2 શખસની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી તેમની સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે, જ્યારે ખેતરમાં જીવંત વીજવાયર પાથરનાર ખેડૂતની પણ અટકાયત કરવામાં આવી છે.

બે દિવસ અગાઉ સોમવારે ડીસાના જૂના સણથ ગામના અમરતભાઈ ભીખાભાઈ રબારીના ખેતરમાં ઝાટકા મશીનથી કરંટ લાગતાં માતા-પુત્રીનાં મોત નીપજ્યાં હતાં, જેમાં ગીતાબેન સરતનભાઈ રબારી (ઉં.41) અને પુત્રી મીનલ (ઉં.15)નું ઘટનાસ્થળે મોત થયાં હતાં, જેની ભીલડી પોલીસે ઝીણવટભરી તપાસ કરતાં મૃતક ગીતાબેન રબારી બે માસ પહેલાં ડીસા તાલુકાના સાંડિયા ગામના રમેશભાઈ ભાણજીભાઈ રાવળ, જેમના નાના ભાઈ માટે લગ્ન કરવા છોકરી જોઈતી હતી, જેમના મામાના છોકરા પ્રવીણભાઈ કાનજીભાઈ રાવળ (રહે. ભદ્રવાડી તા. કાકંરેજ)ને વાત કરી હતી. જેથી સિયા (તા.કાંકરેજ)માં રહેતા અને સાબરકાંઠામાંથી છોકરીઓના પૈસાથી લગ્ન કરવાનું એજન્ટ તરીકે કામ કરતી ગીતાબેન રબારી જોડે લગ્ન કરાવવાની વાત કરવામાં આવી હતી. એમાં બે માસ પહેલાં દોઢ લાખ રૂપિયામાં છોકરીનો સોદો કરાવીને ડીસા તાલુકાના સાંડિયા ગામના પ્રવીણભાઈ ભાણજીભાઈ રાવળ સાથે બે માસ પહેલાં લગ્ન કરાવવામાં આવ્યા હતા.

 

 

પરંતુ ત્રણ દિવસ રહીને છોકરી ભાગી ગઈ હતી, જેમાં રમેશભાઈ રાવળ અને મામાના દીકરા પ્રવીણ રાવળે પૈસા પરત લેવા માટે સાંડિયા ગામના ખેતરમાં બન્ને માતા-પુત્રીને બે દિવસથી બંધક બનાવ્યાં હતાં અને પૈસા આપશો ત્યારે તમને છોડવામાં આવશે એવી માગણી કરી હતી. એમાં મૃતક માતા-પુત્રીએ મોકો જોઈને રાત્રિના સુમારે ભાગી ગયાં હતાં, જેમાં ચાલતાં ચાલતાં બાજુના સણથ ગામના ખેતરમાં અમરતભાઈ ભીખાભાઈ રબારીના ખેતરમાં લગાવેલા ઝાટકા મશીનના વાયરને અડી જતાં કરંટ આવતાં બન્નેનાં મોત થયાં હતાં.

              —— કોની કોની અટકાયત ——

1. અમરતભાઈ ભીખાભાઈ રબારી ખેતર માલિક (રહે સણથ તા. ડીસા)
2. રમેશ ભાણજીભાઈ રાવળ બંધક બનાવનાર (રહે સાંડિયા)
3. પ્રવીણભાઈ કાનજીભાઈ રાવળ બંધક બનાવનાર (રહે ભદ્રેવાડી)

ભીલડી P.S.I એ.બી શાહે જણાવ્યું હતું કે “મૃતકના મોબાઈલના કોલ-ડિટેલના આધારે તમામનાં નિવેદન લેવાયાં હતાં. એમાં ગુના સંબંધિત કડીઓ ખૂલતાં સફળતા મળી. ” બંને યુવકની અટકાયત કરી તેમની સામે અપહરણ સહિતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!