આંધ્રપ્રદેશમાં પુરે મચાવી તબાહી : 17 લોકોનાં મોત, 100થી વધારે લાપતા

Share

તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં ભારે વરસાદથી વિનાશ સર્જાયો છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર અને લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં છે. રસ્તાઓનું ધોવાણ થઈ ચૂક્યું છે. લોકોને બચાવવા માટે એરફોર્સ અને રેસ્ક્યૂ ટીમ દ્વારા અનેક વિસ્તારોમાં રેસ્ક્યૂ-ઓપરેશન ચાલી રહ્યું છે.

[google_ad]

વરસાદના પ્રકોપની સૌથી ભયાનક તસવીર આંધ્રપ્રદેશના અનંતપૂર જિલ્લાથી સામે આવી છે. સતત બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે અહીં ચિત્રાવતી નદીમાં પૂર આવ્યું છે.

[google_ad]

આ પૂરમાં 10 લોકો પાણીના તેજ વહેણ વચ્ચે ફસાઈ ગયા હતા. સ્થાનિક ધારાસભ્ય પ્રકાશ રેડ્ડીએ આ જાણકારી મુખ્યમંત્રીને જણાવી હતી. ત્યાર બાદ સેનાના હેલિકોપ્ટરની મદદથી ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આંઘ્રપ્રદેશમાં ભારે વરસાદને કારણે અત્યારસુધીમાં 17 લોકોનાં મોત થયાં છે, જ્યારે 100થી વધારે લોકો લાપતા છે.

કડપામાં પાણીમાં બસ ડૂબી ગઈ હતી.

[google_ad]

આંધ્રપ્રદેશના કડપામાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. જિલ્લા કલેકટરના જણાવ્યા મુજબ, અન્નામય્યા ડેમ તૂટ્યા બાદ 20 જેટલાં ગ્રામજનો પૂરના પાણીમાં તણાઇ ગયાં હતાં, તેમાંથી 8 લોકોના મૃતદેહ મળ્યા છે, જ્યારે 12 લોકો હજી પણ ગુમ છે.

[google_ad]

હવામાન વિભાગે ચેન્નઈ, કુડ્ડલોર, વિલ્લુપુરમ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, તિરુવલ્લુવર સહિત તામિલનાડુના 16 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે સૌથી નજીકનો કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 જિલ્લામાં રજા જાહેર કરવામાં આવી છે. શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યા છે.

તામિલનાડુમાં આ જ જર્જરિત મકાન છે, જેને કારણે 4 બાળક અને 4 મહિલા સહિત 9 લોકોનાં મોત થયાં હતાં.

[google_ad]

આ દરમિયાન શુક્રવારે તામિલનાડુમાં એક મોટો અકસ્માત થયો હતો. અહીંના વેલ્લોર શહેરમાં સવારે મકાન ધરાશાયી થતાં નવ લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં 4 બાળકો અને 4 મહિલાનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિને મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી હતી. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગત સપ્તાહે પણ ભારે વરસાદ થયો હતો. રાજધાની ચેન્નઈના રસ્તાઓ પણ તળાવ બની ગયા હતા.

 

તસવીર તામિલનાડુની રાજધાની ચેન્નઈની છે. અહીં અવિરત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે.

 

 

તસ્વીર પુડુચેરીની છે. ભારે વરસાદ બાદ પુલ પરથી નદી વહેવા લાગી છે.

 

તિરુપતિમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે.

 

ફોટો તામિલનાડુના કાંચીપુરમનો છે. જિલ્લામાં ભારે વરસાદ બાદ સેવલીમેડુ ગામમાં પાણી ભરાઈ ગયાં હતાં. NDRFએ અહીંથી 60 વર્ષીય પદ્માવતીને રેસ્ક્યૂ કર્યાં હતાં.

 

પુડુચેરીમાં વિદૂર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા બાદ રસ્તાઓ પાણીથી ધોવાઈ ગયા હતા, જેને કારણે અનેક ગામડાંમાં આવવા-જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો.

 

 

From – Banaskantha Update


Share