ઓપરેશનમાં દર્દીનું મોત થતાં રૂ. 20 લાખ વળતર ચૂકવવા તબીબ અને વીમા કંપનીએ ચૂકવવા હુકમ કર્યો

Share

 

 

સિદ્ધપુર તાલુકાના નાગવાસણા ગામના વતની અને વ્યવસાયે શિક્ષકનું સિદ્ધપુર ખાતે ખાનગી હોસ્પિટલમાં કીડનીની પથરીનું ઓપરેશન કર્યાં પછી તબિયત લથડતાં અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 8 વર્ષ જૂની ઘટનામાં મૃતકના પત્ની અને માતા-પિતા દ્વારા સિદ્ધપુર અને અમદાવાદના ખાનગી તબીબો અને વીમા કંપની સામે ફરિયાદ નોંધાવી હતી.

[google_ad]

 

 

 

 

 

 

રૂ. 20 લાખ વળતર મેળવવા માટે અરજી કરી હતી. જે જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ પાટણ ખાતે ચાલી જતાં પૂરેપૂરી રકમ વળતર વ્યાજ સાથે સિધ્ધપુરના તબીબ અને વીમા કંપનીએ ચૂકવવા હુકમ કર્યો હતો.

[google_ad]

 

 

 

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, નાગવાસણાના દલજીભાઇ નાથુભાઇ ચૌધરીના શિક્ષક પુત્ર સુરેશભાઇને તા. 21 મે 2013 ના રોજ પેટમાં દુઃખાવો થતાં સિદ્ધપુર ખાતે ડો. રાજેશ ભાર્ગવની હોસ્પિટલમાં કીડનીમાં પથરીનું અમદાવાદના મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલના ડો. પ્રદીપ પ્રજાપતિ દ્વારા ઓપરેશન કરી બીજા દિવસે રજા આપી હતી.

[google_ad]

 

 

 

 

 

 

 

બે દિવસ બાદ દર્દીની તબિયત બગડતાં તબીબની સલાહથી પાટણ જનતા હોસ્પિટલ, મહેસાણા લાયન્સ અને પછી અમદાવાદ સાલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તા. 26 મે 2013 ના રોજ તેમનું વહેલી સવારે મોત નિપજ્યું હતું. જેમાં બંને કીડની ઉપર અસર થતાં લોહીમાં ઝેર ફેલાઇ જવાના કારણે હૃદય બંધ પડી જવાથી મોત થયાનું તબીબે જાહેર કર્યું હતું.

[google_ad]

 

 

 

 

 

મૃતકના માતા-પિતા અને પત્નીએ રૂ. 20 લાખ વળતર મેળવવા અરજી કરી હતી. વીમા કંપની ધી ન્યૂ ઇન્ડીયા ઇન્શ્યોરન્સ કંપની લીમીટેડને પણ દાખલ કરાઇ હતી. અરજદારના વકીલ દર્શક ત્રિવેદી અને પી.એસ. શાહની દલીલોના અંતે ગ્રાહક સુરક્ષા અધિનિયમ મુજબ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ એ.એસ ગઢવીએ 60 દિવસમાં 8 ટકા વ્યાજ સાથે સંયુક્ત અને વિભક્ત રીતે ચૂકવવા હુકમ કર્યો હતો. સુનાવણીમાં ગ્રાહક આયોગના બી.વી. ત્રિવેદી હાજર રહ્યા હતા.

[google_ad]

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share