રાજસ્થાનના જાલોરમાં મોડી રાત્રે 2.26 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 જણાવવામાં આવી રહી છે. જોકે સદ્દનસીબે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી. તમને જણાવી દઈએ કે મોડી રાત્રે જ્યારે ધરતી ધ્રૂજી ત્યારે લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા.
[google_ad]
રાજસ્થાનના જાલોરમાં આવેલા ભૂકંપની અસર બનાસકાંઠાનાં અમુક વિસ્તરમાં જોવા મળ્યાના સ્થાનિકો કહેવું હતું. બનાસકાંઠા વિસ્તારમાં આવેલા અંબાજીમાં તેની અસર જોવા મળી હતી. રાત્રે 02:27 કલાકએ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. જેમાં અંબાજી, આબુરોડ, માઉન્ટઆબુ વિસ્તારનો સમાવેશ થાય છે. અડધી રાત્રે ભૂંકપના આંચકા રિકટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિદુ પાલનપુરથી 92 કિલોમીટર દુર ભીનામાલ પાસે હોવાનુ મનાઈ રહ્યુ છે.
[google_ad]
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર મોડી રાત્રે જાલોરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં તેનું કેન્દ્રબિંદુ શોધી કાઢવામાં આવી રહ્યું છે. ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી. મળતી માહિતી મુજબ મોડી રાત્રે 2.26 કલાકે આવેલા ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા.
From – Banaskantha Update