ધાનેરા નગરપાલિકામાં સેકન્ડ ટર્મ પ્રમુખના અદલાબદલા વચ્ચે રૂંધાયો નગરનો વિકાસ : સ્થાનિકો મુકાયા મુંજવણમાં

- Advertisement -
Share

ધાનેરા નગરપાલિકામાં સેકન્ડ ટર્મ પ્રમુખના અદલાબદલા વચ્ચે રૂંધાયો નગરનો વિકાસ : સ્થાનિકોએ કર્યો સવાલ શું વિકાસ રૂંધાવા માટે લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું.

 

ધાનેરા નગરપાલિકામાં સેકન્ડ ટર્મના પ્રમુખ પદના કાર્યકાળ દરમિયાન વિકાસ રૂંધાતા નગરજનોની પરિસ્થિતિ કપરી બની છે. એક સમયે નફામાં ચાલતી પાલિકા પાસે આજે લાઈટબીલ ભરવાના રૂપિયા નથી. થોડાક વર્ષો પહેલા મોડલ પાલિકાનું બીરુંદ મેળવનાર પાલિકા અને વેરા વસુલાતમાં પ્રથમ આવનાર પાલિકા અણઘડ વહીવટ અને સત્તા માટેની સંતાકૂકડીની રમતમાં વિકાસ ખોરવાઈ ગયો.

[google_ad]

આ દ્રષ્યો છે ધાનેરા નગરના. ચારે બાજુ ગટરો ચોકઅપ. ગટરના પાણી રસ્તા પર ખુલ્લી ગટરો સાથોસાથ પીવાના પાણીની સમસ્યા પણ ઠેરની ઠેર જ છે. ગંદુ અને ડોહળું પાણી પીવા નગરજનો મજબૂર છે. વાંરવાર રજુઆત છતાં સતાધીશોના પેટનું પાણી નથી હલતું રાજકીય આગેવાનો રાજકારણમાં વ્યસ્ત કોર્ટ અને તારીખ ભરતા પાલિકાના નેતાઓના પાપે વિકાસ રૂંધાયો હોય એવી પરિસ્થિતિ સર્જાઈ.

[google_ad]

સ્થાનિકોએ પાલિકા પર મનમાની આક્ષેપ લગાવ્યો રજુઆત ન સાંભળતા અને કામ કઈ ન કરતા હોવાની રજુઆત કરી છે ગામ લોકોએ પાલિકાના પાપે ગામ ગઘાડે ચડ્યું હોય એવી વાત રજૂ કરી ચોમાસાનો સમય છે. ચારે બાજુ ગંદકીમાં ગરકાવ શહેરમાં રોગચાળાનો ખતરો ઉભો થયો છે. ગત વર્ષે પણ ડેન્ગ્યુ, ડીફતેરિયા, મલેરિયાએ માઝા મુકતા અનેક લોકોના મોત થયા હતા પણ પાલિકા આ વર્ષે કઈ પગલાં ન લેતા સ્થાનિકો મુંજવણમાં છે અને અફસોસ કરી રહ્યા છે કે શું આવા દિવસો જોવા માટે લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું.

[google_ad]

હાલ ભાજપના જ બળવાખોર સદસ્ય કિરણબેન સોની પ્રમુખ પદે છે કોર્ટની તારીખો વચ્ચે તેમનું પ્રમુખ પદ પણ સલામત નથી બીજી બાજુ પાલિકાના કર્મચારીઓને કોઈ કડક કહેવાવાળું નથી પરિણામે નગરની પરિસ્થિતિ દિન પ્રતિદિન બગડતી જાય છે. ભાજપ કોંગ્રેસ આગેવાન એકબીજા પર આક્ષેપ કરી કુલડીમાં ગોળ ભાગી રહ્યા છે ત્યારે જનતા ચર્ચાતો સવાલ બન્યો છે કે શું આ રાજકારણનો ભોગ અમારે બનવાનું..?

[google_ad]

સતત સવાલો વચ્ચે પાલિકા પ્રમુખનો સંપર્ક કરવવાની કોશિશ કરાઈ તો પોતે બહાર હોવાની વાત રજૂ કરી છટકાવનો પ્રયાસ થયો કારણ કે પ્રમુખ પોતે ખુદ જાણે જ છે કે નગરની પરિસ્થિતિ શું છે. ત્યારે પાલિકાના અધિકારીએ સમગ્ર વાત પર ધ્યાન આપી કાર્યવાહી કરવવાની ખાતરી આપી.

[google_ad]

હાલ તો નિસફળ વહીવટ અને સતા માટેના રાજકીય કાવાદાવામાં નગરનો વિકાસ દિવસેને દિવસે રૂંધાતો જઈ રહ્યો છે ત્યારે ક્યારે પાલિકાનું રાજકીય કોકડું ઉકેલાય અને નગરનો ફરી વિકાસની ગતિ ઝડપી બને એ કહેવું મુશ્કેલ છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!