ડીસામાં નવા બનેલા રોડમાં ગેરરીતી આચરતાં લોકોમાં આક્રોશ ભભૂક્યો

- Advertisement -
Share

 

ડીસામાં આવેલ વાડી રોડ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા જે રોડ બનાવવામાં આવ્યો હતો. તે માર્ગો માત્ર કલાકોમાં તૂટી જતાં હોવાની ફરિયાદો સામે આવી રહી છે. અગાઉ નેમિનાથ નગરનો રોડ 48 કલાકમાં તૂટી ગયો હતો. તો હવે વાડી રોડ વિસ્તારમાં બનેલા રોડના પણ કંઇક આવા જ હાલ જોવા મળી રહ્યા છે.

 

 

પહેલાં નેમિનાથ નગર અને હવે વાડી રોડ વિસ્તાર અહી તાજેતરમાં જ ડીસા નગરપાલિકા દ્વારા ડામર રોડ બનાવવામાં આવ્યા હતા અને અહી બનાવવામાં આવેલા ડામર રોડ બન્યા બાદ ગણતરીના કલાકોમાં તૂટી જતાં હોવાની ફરિયાદો સામે આવી રહી છે.

 

નગરપાલિકા દ્વારા ડીસામાં જ્યાં ડામર રોડ બનાવવામાં આવ્યા છે તે ડામર રોડ પર કલાકો વિત્યા બાદ રોડ પરથી કપચી ઉખડવા માંડી છે. એટલે સમજી શકાય છે કે, આ રોડની ગુણવત્તા કેટલી હશે ? અને ડીસા નગરપાલિકાના એન્જીનિયર દ્વારા આ રોડ બનાવવાની કામગીરીનું કેવું નિરીક્ષણ કરવામાં આવ્યું હશે ?

 

ડીસા શહેરના વાડી રોડ વિસ્તારમાં શહેરના મુખ્ય સ્મશાન તરફ જતાં માર્ગ પર તાજેતરમાં જ ડીસા નગરપાલિકા દ્વારા ડામર કામ કરાયું હતું. આ કામ પુરૂ થયાને તો હજુ ગણતરીના કલાકો થયા છે અને અત્યારે આ માર્ગ પરથી પણ કપચીઓ ઉખડવા માંડી છે.

 

આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે કે, ડીસામાં જે રોડ તૈયાર થઇ રહ્યા છે તેની ગુણવત્તા કેટલી છે ? આ ઉપરાંત જ્યારે આ માર્ગ બનતો હશે ત્યારે નગરપાલિકાના જવાબદાર એન્જીનિયરો દ્વારા પણ કેવું નિરીક્ષણ કરવામાં આવ્યું હશે ? તેને લઇ આ વિસ્તારના રહીશોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. નગરપાલિકા દ્વારા નાણાંનો દુર્વ્યય ન કરવામાં આવે તેવી અપિલ પણ કરી રહ્યા છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!