પાલનપુરની સગીરાને ધમકી આપી લઇ જઈ માલણના શખ્સે દુષ્કર્મ ગુજાર્યું

- Advertisement -
Share

પાલનપુરની એક સગીરાને ધમકી આપી અપહરણ કરીને માલણ ગામના શખ્સે દુષ્કર્મ ગુજારતા ફરિયાદ નોધાઇ. “જો તુ મારી સાથે લગ્ન નહી કરે તો હું તને મારી નાંખીશ, તારા પરિવારને બરબાદ કરી હું પોતે પણ ઝેર પી મરી જઇશ” આવી ધમકી આપી પાલનપુર તાલુકાના માલણ ગામના શખ્સે શહેરની એક સગીરાનું અપહરણ કર્યુ હતુ. તેણીને કાંકરેજ, પાટણ અને સુરત લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. તેની ચૂંગાલથી છુટીને આવેલી સગીરાએ પાલનપુર શહેર પોલીસ મથકે શખ્સ, તેની બહેન અને બનેવી સામે ફરિયાદ નોંધાવી હતી.
પાલનપુરમાં રહેતી સગીરા સાથે માલણ ગામના રવિ ઉર્ફે રવાજી દશરથજી ઠાકોરને બે વર્ષ પહેલા પરિચય થયો હતો. જે અવાર-નવાર સગીરાની દુકાને આવતો હોઇ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. શખ્સે તારીખ 31 જાન્યુઆરી 2022ના દિવસે ધમકી આપી બાઇક ઉપર અપહરણ કરી ગયો હતો.
ત્યાંથી માલણ ગામે તેની બહેનના ઘરે રાખી હતી અને પછી કાંકરેજ તાલુકાના શિહોરીમાં તેની બહેન ભાવનાબેન ફતેસિંહ ઠાકોરના ઘરે એક મહિનો રાખી હતી. જ્યાં તેણીની ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. ત્યાંથી સુરત તેમના ગામના સબંધીના ઘરે લઇ જઇ ભાડાના રૂમમાં રાખી હતી. જ્યાં સગીરા પોતાની સગી બહેનને મળી હતી.
આથી રવિએ તેણીનો ફોન તોડી નાંખી મારઝૂડ કરી હતી. આથી સગીરા બહેન પાસે જતી રહી હતી અને બહેને તેને પાલનપુર પરત લઇ આવી હતી. આ અંગે સગીરાએ રવિ ઠાકોર, તેની બહેન અને બનેવી સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સુરત ખાતે રહેતી વખતે સગીરાની ઉંમર 18 વર્ષ પુરી થતાં રવિએ તેના આધારકાર્ડમાં સુધારો કરાવી તેણીના પિતાનું નામ કઢાવી પોતાનું નામ લખાવ્યું હતુ. તેમજ સરનામું પણ પોતાનું લખાવ્યું હતુ.
સગીરાને ધમકી આપી તેને લઇ ગયા પછી શિહોરી, સુરત સહિતના સ્થળે રાખી હતી. દરમિયાન સગીરાની ઉંમર 18 વર્ષની થતાં તેણીએ લગ્ન કરવાનું કહેતા રવિએ મંદિરમાં ફોટા પડાવ્યા હતા. પરંતુ લગ્ન કર્યા ન હતા. આ અંગે તેણીએ કહેતા ઝઘડા કરી મારઝૂડ શરૂ કરતાં તેણી સુરતમાં તેની બહેન પાસે જતી રહી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!