ફોન પેથી ટ્રાન્સફર કરેલા રૂપિયા ખાતામાં ન આવતાં યુવકે અજાણ્યા શખ્સ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી

Share

 

ઇન્ટરનેટ બેકીંગ અને ટેકનોલોજીના વધી રહેલા ઉપયોગ વચ્ચે સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં પણ એક એવી જ ઘટના બની છે.

 

 

જેમાં યુ.પી.એલ. પેમેન્ટ એપથી ટ્રાન્સફર કરેલા રૂપિયા ખાતામાં ન આવતાં કસ્ટમર કેરમાં ફોન કરનાર યુવક સાથે ગઠીયાએ છેતરપિંડી આચરીને એકાઉન્ટમાંથી રૂ. 72,000 સેરવી લીધા હતા. આ અંગે યુવકે અમદાવાદ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદના વાડજમાં રહેતાં યુવકના એકાઉન્ટમાં તેના મિત્રએ રૂ. 1400 ફોન પે એપ દ્વારા ટ્રાન્સફર કર્યાં હતા. જો કે, રૂપિયા મિત્રના એકાઉન્ટમાંથી તો કપાઇ ગયા હતા.

 

પરંતુ યુવકના એકાઉન્ટમાં જમા થયા ન હતા. આથી તેણે કસ્ટમર કેરમાં ફોન કરીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જો કે, સામેથી ગઠીયાએ ફોનમાં એની ડેસ્ક એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને મોબાઇલનો એક્સેસ લઇ લીધો હતો.

 

આ બાદ યુવકના એકાઉન્ટમાંથી જૂદા-જૂદા ટ્રાન્ઝેક્શન કરીને ગઠીયાએ રૂ. 72,000 ઉઠાવી લીધા હતા. પોતાના જ એકાઉન્ટમાંથી રૂપિયા જતાં યુવકે અમદાવાદ વાડજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share