ડીસાના નવલપુરામાં હજારો લીટર પાણીનો વેડફાટ : અનેક વાર રજુઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ નહિ

Share

ડીસાના વડલી ફાર્મ તેમજ નવલપુરા ખાતે સરકારી બોરમાંથી ઘણા સમયથી દરરોજનું હજારો લિટરનો પાણી વેડફાટ જાહેર રોડ પર થઈ રહ્યો છે. અનેક વાર રજુઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ નહિ.

બનાસકાંઠા જિલ્લામાં ચોમાસામાં જોઈએ તેવો વરસાદ થયો નથી જેના કારણે બનાસકાંઠાના ત્રણે જળાશયો ખાલીખમ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ આ જળાશયમાં પાણી ન હોવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા ઊભી થઈ છે તો બીજી તરફ બનાસકાંઠાના ડીસાના વડલી ફોર્મ તેમજ નવલપુરા ખાતે ઘણા સમયથી સરકારી બોરમાંથી દરરોજનું હજારો લિટર પાણી જાહેર રોડ પર વેડફાટ થઈ રહ્યું છે.

આજુબાજુના સ્થાનિક લોકોએ અનેક વાર બોર ઓપરેટર તેમજ દાંતીવાડા પાણી પુરવઠામાં રજુઆત કરી તેમજ ઉચ્ચ અધિકારીઓને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ દરરોજનું હજારો લિટર પાણી જાહેર માર્ગ પર વેડફાટ થઈ રહ્યો છે.

હીનાબેન ઠકકર(સ્થાનિક)

 

જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તો ક્યાંકને ક્યાંક ટુ વ્હીલર ચાલકો પણ સ્લીપ ખાતા અનેકવાર ટુ વ્હીલર ચાલકો ઈજાગ્રસ્ત પણ થયા છે. તેમજ બાજુમાં આવેલી શાળામાં આ બોરનો વાલ બગડી જવાથી પાણી જતું નથી જેના કારણે બાળકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમજ જાહેર માર્ગો પર પાણીનો વેડફાટ થતા ગંદકી થઈ રહી છે. રોગચાળો થવાની સંભાવના સેવાઇ રહી છે. જેથી સ્થાનિક લોકોએ ઉગ્ર માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે પાણીનો વેડફાટ થતો અટકાવે જેથી આગામી સમયમાં પાણીની વિકટ સમસ્યાથી બચી શકીએ.

 

From – Banaskantha Update


Share