ડીસાના ભીલડીની શાળામાં ઢીચણસમા પાણી ભરાતાં વિદ્યાર્થીઓને હાલાકી

- Advertisement -
Share

પાણીની નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે નીચાણવાળા વિસ્તાર સહીત શાળામાં પાણી ભરાયા

 

ગતરોજ મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયાના બનાવો સામે આવે છે. ત્યારે ડીસાના ભીલડીમાં પણ અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.
નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે પર પાણીના નિકાલની કોઇ જ વ્યવસ્થા ન કરતાં શનિવારે નીચાણવાળા વિસ્તાર સહીત શાળામાં પાણી ભરાયા છે.
બનાસકાંઠા જીલ્લામાં ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને નુકશાન થયું હોય તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે.
ત્યારે ડીસા તાલુકાના ભીલડી પંથકમાં પણ રાત્રે પડેલા ભારે વરસાદના કારણે ચારેબાજુ ઠેર-ઠેર પાણી ભરાયા હતા.

જયારે માર્કેટયાર્ડમાં પણ વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓનું અનાજ પણ પલળી જવા પામ્યો હતો. ત્યારે બીજી તરફ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જયારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે પર પાણીના નિકાલની કોઇ જ વ્યવસ્થા ન કરવાના કારણે પડેલા ભારે વરસાદના કારણે નવી ભીલડી પગાર કેન્દ્ર શાળામાં ઢીચણસમા પાણી ભરાતાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!