લાખણીના શેરગઢમાં વીજળી કાળ બનીને ત્રાટકતાં 2 ભેંસ અને એક વાછરડીનું મોત

- Advertisement -
Share

3 પશુઓના મોત નિપજતાં પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ

 

લાખણી તાલુકાના શેરગઢ ગામમાં પશુપાલકના ખેતરમાં બાંધેલા પશુ ઉપર અવકાશી વીજળી પડતાં ત્રણેય પશુઓના મોત નિપજતાં ચકચાર મચી ગઇ છે.
રાત્રે પશુઓ વાડા બાંધેલા હતા મંગળવારે સવારના 8 વાગ્યાના સમયે અવકાશી વીજળી પડતાં 3 પશુના મોતના કારણે પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં ગઇકાલથી કેટલાંક વિસ્તારોમાં ઝરમર ઝરમર તો કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ થતો જોવા મળી રહ્યો છે.
વરસાદને લઇને ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. પરંતુ કેટલાંક ખેડૂતોને વરસાદના કારણે નુકશાન પહોંચતું જોવા મળી રહ્યું છે.

 

મંગળવારે વહેલી સવારે લાખણી તાલુકામાં 16 મી.મી. જેટલો વરસાદ પડયો હતો. પરંતુ લાખણી તાલુકાના શેરગઢના પશુપાલક અજમલજી વનાજી ઠાકોરના વાડામાં બાંધેલી પશુ ઉપર મંગળવારે
વહેલી સવારે અંદાજે 8:00 વાગ્યે અચાનક અવકાશમાંથી વીજળી પડતાં 2 ભેંસ અને 1 શંકર ગાયની વાછરડીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!