બનાસકાંઠાના 16 ગામમાં હવે ખેડૂતોને નર્મદાનુ પાણી મળશે : 8 કરોડ રૂપિયાના ખર્ચે પાઈપલાઈન નાખવાનુ કામ ચાલુ

- Advertisement -
Share

બનાસકાંઠાના ભાભરમાં પાણીના તળ 1000 ફૂટથી પણ વધુ ઊંડા જતા રહ્યા જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે સરકાર દ્વારા નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાઇપલાઇન દ્વારા ખેડૂતોને પાણી આપવામાં આવશે.

 

 

ખેડૂતોને પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા 8 કરોડ રૂપિયાના ખર્ચે 3.5 કિલોમીટર લાંબી પાઈપલાઈન નાંખવામાં આવી રહી છે, જેથી આજુબાજુના 16થી વધુ ગામના ચાર હજારથી પણ વધુ ખેડૂતોને સિંચાઇ માટે સરળતાથી પાણી મળી રહેશે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ઉનાળામાં ખેડૂતો પાણી માટે કકળાટ કરતા હોય છે, ત્યારે ભાભર પંથકમાં અત્યારે પાણીના તળ એક હજાર ફૂટથી પણ વધુ ઊંડા જતા રહ્યા છે. જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે સરકાર દ્વારા નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાઇપલાઇન દ્વારા ખેડૂતોને પાણી આપવામાં આવશે.

 

 

તો ભાભરના મીઠા, કુંવાળા, બરવાલ ભીમબોરડી, કારેલા, નેસડા, ખારા સહિત આજુબાજુના 16થી વધુ ગામના ચાર હજારથી પણ વધુ ખેડૂતોને સિંચાઇ માટે આસાનીથી પાણી મળી રહેશે અને આજુબાજુના વિસ્તાર માં પાણીના તળ પણ જળવાઈ રહેશે, અત્યારે આ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે જે બે મહિનામાં જ પૂર્ણ થશે.

બનાસકાંઠામાં ભાભર તાલુકામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યા હલ થાય તે માટે સરકાર દ્વારા 8 કરોડ રૂપિયાના ખર્ચે 3.5 કિલોમીટર લાંબી પાઈપલાઈન નાંખવામાં આવી રહી છે 16થી વધુ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે પાઇપ લાઈન નાખવાનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આજે આ કામનું જાત નિરીક્ષણ કર્યું હતુ.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!