ડીસામાં 1 કરોડ જેટલી કીમતની 46,996 દારુની બોટલો પર બુલડોઝર ફેરવી નશાનો નાશ કરાયો

- Advertisement -
Share

ગાંધીના ગુજરાતમાં દારુ પર પાબંદી છે છતા પણ બુટલેગરો ગેરકાનૂની રીતે દારુ ગુજરાતમાં વેચતા હોય છે અને તેમાં ઝડપાયેલ દારુના સ્ટોકને પોલીસ દ્વારા સમય સમય પર બુલડોઝર ફેરવીને નાશ કરાતો હોય છે. ત્યારે ડીસામાં છેલ્લા 3 વર્ષમાં અલગ અલગ પ્રોહીબિશનના 95 જેટલા ગુનાઓમાં પકડાયેલ 95.84 લાખ રૂપિયાના દારૂના મુદ્દા માલનો નાશ કર્યો હતો. નાયબ કલેક્ટર સહિત અધિકારીઓની ઉપસ્થિતમાં 46,996 જેટલી બોટલો પર બુલડોઝર ફેરવાયું હતું.

બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજસ્થાનની સરહદને અડીને આવેલો હોવાથી દારૂની મોટા પાયે હેરાફેરી આ જિલ્લામાં થાય છે. ત્યારે પોલીસ પણ દારૂની હેરાફેરીની અટકાવવાના પ્રયાસો કરે છે જે અંતર્ગત ડીસા તાલુકા પોલીસની હદ વિસ્તારમાં છેલ્લા 3 વર્ષની અંદર 95 જેટલા ગુનાઓમાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો.
આ ઝડપાયેલા દારૂનો નાશ કરવા માટેની પરવાનગી મળતા આજે નાયબ કલેક્ટર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરાયો હતો. જેમાં ત્રણ વર્ષની અંદર અલગ અલગ 95 જેટલા પ્રોહીબીશનના ગુનાઓમાં પકડાયેલા 95.84 લાખ રૂપિયાની કિંમતની 46,996 જેટલી દારૂની બોટલ ઉપર બુલડોજર ફેરવી નાશ કરાયો હતો. દિવસભર દારૂના મુદ્દામાલની ગણતરી કર્યા બાદ મોડી સાંજે એરપોર્ટ વિસ્તારમાં મુદ્દામાલનો નાશ કર્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!