ડીસાના ઢુવામાં દૂધ મંડળીના સહમંત્રીએ પશુપાલકોને દૂધના રૂપિયા ઓછા આપતાં હંગામો મચાવ્યો

- Advertisement -
Share

દૂધ મંડળીમાં 700 થી પણ વધુ પશુપાલકો રોજેરોજ પોતાના પશુઓનું દૂધ ભરવા માટે આવતાં હોય છે.

 

ડીસા તાલુકાના ઢુવા ગામમાં આવેલ દૂધ મંડળીમાં સહમંત્રી દ્વારા છેલ્લા 4 દિવસથી દૂધ આપવામાં આવતાં પશુપાલકોને દૂધના રૂપિયા ઓછા આપતાં પશુપાલકોએ ડેરી પર હંગામો મચાવ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકો એ વર્ષોથી પશુપાલન સાથે જોડાયેલો તાલુકો છે. મોટાભાગે આજે ખેડૂતો ખેતીની સાથો સાથ પશુપાલન પણ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે.

 

ખાસ કરીને એશિયાની સૌથી મોટી બનાસ ડેરી બનાસકાંઠા જીલ્લામાં આવેલી હોવાના કારણે આજે મોટા પ્રમાણમાં પશુપાલનનો વ્યવસાય આગળ વધી રહ્યો છે.

 

જેના કારણે બનાસ ડેરી દ્વારા અનેક ગામોમાં દૂધ મંડળીની સ્થાપના કરવામાં આવી છે. જેના કારણે પશુપાલકો પોતાના ગામમાં જ દૂધ ભરાવી શકે ત્યારે કેટલીક વાર એવી ઘટનાઓ બહાર આવતી હોય છે કે,

 

જેના કારણે પશુપાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. ડીસા તાલુકાના ઢુવા ગામમાં આવેલી ઢુવા દૂધ મંડળીમાં 700 થી પણ વધુ પશુપાલકો રોજેરોજ પોતાના પશુઓનું દૂધ ભરવા માટે આવતાં હોય છે.

 

ત્યારે ઢુવા દૂધ મંડળીના સહમંત્રી સોમાભાઇ પ્રજાપતિ દ્વારા છેલ્લા 4 દિવસથી દૂધ ભરાવવા આવતાં પશુપાલકોને રૂપિયા ઓછા આપતાં પશુપાલકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.

 

છેલ્લા 4 દિવસથી ઢુવા ગામના પરથીજી ચેહરાજી ઠાકોર રાબેતા મુજબ દૂધ ભરવા માટે આવ્યા હતા પરંતુ છેલ્લા 4 દિવસથી ભરાવેલ દૂધના રૂપિયાનો સરવાળો છેલ્લે એક થતાં પરથીજી ઠાકોરને સહમંત્રી રૂપિયામાં ગોટાળો કર્યો છે તેવી શંકા ગઇ હતી.

 

જેથી પરથીજી ઠાકોર આ બાબતે તાત્કાલીક ઢુવા દૂધ મંડળી પર પહોંચ્યા હતા અને ત્યાં હાજર દૂધ મંડળીના સહમંત્રી સોમાભાઇ પ્રજાપતિને રૂપિયા બાબતે ગોટાળો થયું હોવાનું જણાવ્યું હતું.

 

જે વાત દૂધ મંડળીના સહમંત્રી સોમાભાઇ પ્રજાપતિએ ભૂલ થઇ હોવાની કબૂલાત કરી હતી. આ અંગે ઢુવા ગામના પરથીજી ઠાકોરે જણાવ્યું હતું કે, ‘છેલ્લા ઘણા સમયથી દૂધ મંડળીના સહમંત્રી દ્વારા અનેક
પશુપાલકોને રૂપિયા ઓછા આપવામાં આવી રહ્યા છે. ત્યારે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ પશુપાલકોને ફાયદો થઇ શકે તેમ છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!