થરાદમાં દાડમના પાકમાં પ્લગના રોગથી ખેડૂતોને ભારે નુકસાન

Share

થરાદ પંથકમા છેલ્લા 3 વર્ષથી દાડમના પાકમાં પ્લગ નામના રોગથી ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. જેનાથી પરેશાન થઇને ખેડૂતો ન છૂટકે દાડમના બગીચાઓ કાઢી નાખવામાં આવ્યા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, દાડમના 75% વાવેતરમાં રોગના કારણે બગીચાઓ ખાલી થઇ રહ્યા છે.

[google_ad]

 

વર્ષોથી ચીલાચાલુ ખેતી કરતાં બનાસકાંઠાના સરહદી વાવ-થરાદ પંથકના ખેડૂતો નર્મદાના આગમન બાદ પરંપરાગત છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા હતા. થરાદ તાલુકાના 135 પૈકી 90 થી 95 ગામોના ખેડૂતો દાડમનું વાવેતર કરી રહ્યા છે.

[google_ad]

advt

 

 

જેના કારણે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન મળતાં સમગ્ર ગુજરાતમાં ગણતરીનાં વર્ષોમાં થરાદ દાડમનું હબ બનવા પામ્યું હતું. પરંતુ આ વર્ષે પાછોતરો વરસાદ અને લાંબા સમય સુધી વાદળછાયું વાતાવરણને લીધી થરાદ તાલુકાના દાડમ કુલ વાવેતરના 75% દાડમના વાવેતરમાં પ્લગ નામના રોગથી ખેડૂતો પરેશાન થઇને ન છૂટકે દાડમના બગીચાઓ કાઢી નાખવામાં આવ્યા છે.

[google_ad]

 

 

થરાદ તાલુકા કિસાન સંઘના પુર્વ પ્રમુખ અને બાગાયતી ખેતી કરતા કિયાલના ખેડૂત માધાભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘પ્લગના કારણે એકપણ રૂપિયાની આવક વગર કાચી દાડમ ઉતારવી પડી રહી છે. ક્યાંક દાડમના ફળ નીચે પણ પડી રહ્યા છે.’

[google_ad]

 

જેના પરિણામે થરાદ તાલુકાના ગામોના ખેડૂતોના બગીચા ખાલી થવા પામ્યા છે. પ્લગે મોટો આંતક મચાવ્યો છે. દવાના લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ નિયંત્રણમાં નહી આવેલ પ્લગના કારણે દાડમના ફળ બાલ્યાવસ્થામાં જ નાશ પામ્યા છે. જેની સીધી અસર ખેડૂતોના ઉત્પાદન પર થવા પામી છે. 2019, 2020 અને 2021 આમ ત્રણ વર્ષમાં બાગાયત ખેતી કરતા ખેડૂતોને દાડમના પાકમાં એટલું મોટું નુકસાન સહન કરવું પડયું છે કે પાછળના દસ વર્ષ સુધી આ નુકશાનની પૂર્તિ થાય એવું લાગતું નથી. આથી ન છુટકે ખેડુતો દાડમના બગીચા જ કાઢી રહ્યા છે.’

 

From – Banaskantha Update


Share