હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ઉત્તરવહી ખરીદીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યાના મામલે એ.સી.બી.એ કારોબારી સભ્યોને નિવેદનો માટે બોલાવ્યા : એ.સી.બી. તપાસ અધિકારી ન મળતાં પરત ફર્યાં

Share

 

પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ઉત્તરવહી ખરીદી અને વિવિધ બાબતોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે પાટણના ધારાસભ્ય દ્વારા બે વર્ષ પહેલાં એ.સી.બી.માં ફરિયાદ આપી હતી. ત્યારે બે વર્ષથી તપાસ હાથ ધરવામાં આવી છે. જે મામલે શુક્રવારે તત્કાલીન યુનિવર્સિટીના કારોબારી સભ્યોને નિવેદનો માટે બોલાવવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

[google_ad]

 

 

યુનિવર્સિટીમાં 2018 માં ખરીદવામાં આવેલી ઉત્તરવહીમાં અંદાજે રૂ. 4 કરોડનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે પાટણ ધારાસભ્ય દ્વારા આ મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે એ.સી.બી.માં ફરિયાદ આપી હતી અને આ મામલે તપાસ કરવા માટે સરકાર સમક્ષ માંગ કરી હતી. ત્યારે આ મામલે ભૂજ એ.સી.બી. દ્વારા છેલ્લા બે વર્ષથી તપાસ શરૂ કરવામાં આવી છે. અવાર-નવાર યુનિવર્સિટીઓ પાસે આ બાબતે તમામ જરૂરી વિગતો મંગાવવામાં આવી છે.

[google_ad]

 

 

અંગે તપાસના અનુસંધાને શુક્રવારે પાટણ એ.સી.બી. ઓફીસ ખાતે જે તે સમયના ચાર જેટલાં ઇસી સભ્યોને આ મામલે નિવેદનો લેવા માટે એ.સી.બી. દ્વારા નોટીસ આપી બોલાવવામાં આવ્યા હતા. બે વર્ષથી ચાલી રહેલાં તપાસમાં ઇસી સભ્યોના નિવેદન માટે એ.સી.બી. બોલાવતાં ફરી મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.

[google_ad]

 

 

આ અંગે પાટણના ધારાસભ્ય કે.સી. પટેલે જણાવ્યું હતું કે, ‘ઉત્તરવહીમાં રૂ. 1.7 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. એક જ બાબત નહી પરંતુ 14 જેટલી બાબતોમાં ભ્રષ્ટાચાર થયો છે તે તમામ મુદ્દાઓ બાબતે એ.સી.બી.માં ફરિયાદ કરી હતી. જે મામલે તે સમયના જવાબદાર કારોબારી સભ્યોને એ.સી.બી.એ ભ્રષ્ટાચાર મામલે નિવેદનો લેવા બોલાવ્યા હતા. સરકાર નિષ્પક્ષ તપાસ કરાવી ભ્રષ્ટાચાર કરનારા લોકો સામે કાર્યવાહી કરે તેવી મારી માંગ છે.’

[google_ad]

 

 

કુલપતિ જે.જે. વોરાને મીડીયા કર્મીઓ એ.સી.બી.ની તપાસ અંગે પૂછવા માટે જતાં કુલપતિને જવાબો ન આપવા પડે માટે કામનું બહાના તળે ઝટપટ ગાડીમાં બેસી રવાના થઇ ગયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભૂજ ડી.વાય.એસ.પી. તપાસ કરી રહ્યા છે. જેમને શુક્રવારે કોર્ટમાં મુદ્દત છે એટલે આવી શક્યા નથી જેને લઇ કોઇ તપાસ થઇ નથી.

[google_ad]

 

 

 

 

એ.સી.બી. તપાસ અધિકારી કોર્ટના કામમાં વ્યસ્ત હોવાથી પાટણ ખાતે આવી શક્યા ન હતા. જેથી બોલાવેલા સભ્યોના નિવેદન લેવામાં આવ્યા નથી. ત્યારે ફરી તપાસ અધિકારી આવશે ત્યારે કારોબારી સભ્યોને નિવેદન માટે બોલાવવામાં આવશે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

[google_ad]

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 


Share