ડીસાના જૂના નેસડા ગામ વ્યસન મુક્તિ બન્યો : 111 યુવાનોની ટીમ આજુબાજુના 15 ગામોને વ્યસન મુક્ત બનાવશે

- Advertisement -
Share

મોટાભાગના ગામના સરપંચો અને ગ્રામજનોએ તેમના આ નિર્ણયને આવકાર્યો

 

ડીસા તાલુકાનું જૂના નેસડા ગામ વ્યસન મુક્ત બન્યા બાદ શનિવારે હવે આજુબાજુના ગામોને પણ વ્યસન મુક્ત બનાવવા મુહીમ હાથ ધરી છે.
111 યુવાનોની આનંદ મંડળ નામની ટીમે આજુબાજુના 15 ગામોને વ્યસન મુક્ત બનાવવા પ્રયાસો શરૂ કર્યાં છે.

ડીસા તાલુકાના જૂના નેસડાના ગ્રામજનોએ હવે નવો ઇતિહાસ રચવાની શરૂઆત કરી છે. પૂજ્ય ગુરુ મહારાજ જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજની પ્રેરણાથી જૂના નેસડા ગામના લોકોએ સંપૂર્ણ દારૂબંધી કરી
હતી. જેમાં અત્યાર સુધી તમામ ગ્રામજનોએ આ દારૂબંધીનું સંપૂર્ણ પાલન કર્યાં બાદ હવે આ ગામના લોકો આજુબાજુના ગામોને પણ વ્યસન મુક્ત બનાવવા માટેના અભિયાનની શરૂઆત કરી છે.
જેમાં શનિવારે 111 યુવાનોએ આનંદ મંડળની રચના કરી હતી. આ યુવાનોની ટીમ અને ગામના આગેવાનો આજુબાજુના 15 ગ્રામ પંચાયતોને પત્ર લખી તેમના ગામને વ્યસન મુક્ત બનાવવા માટે રજૂઆત કરી હતી.
જેમાંથી મોટાભાગના ગામના સરપંચો અને ગ્રામજનોએ તેમના આ નિર્ણયને આવકાર્યો હતો અને દારૂબંધીના દૂષણને ડામી ગામને વ્યસન મુક્ત બનાવવાના પથ પર આગળ વધી ગામનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!