પાલનપુરમાં નકલી નોટો વટાવવા આવેલા મેરઠથી 4 શખ્સોને પોલીસે ઝડપ્યા

- Advertisement -
Share

ઉત્તર પ્રદેશના મેરઠથી 100 રૂપિયાના નકલી નોટો બનાસકાંઠાના પાલનપુરમાં વટાવવા આવેલા 4 શખ્સોને પૂર્વ પોલીસે શુક્રવારે ક્ષુધાશાંતિ લોજના રૂમમાંથી ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂ. 100ના દરની 457 નકલી નોટો પોલીસે કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બનાસકાંઠા એએસપી સુશિલ અગ્રવાલે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના મેરઠથી કેટલાક શખ્સો પાલનપુર નકલી નોટો વટાવવા આવ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. જેમને પકડવા માટે સર્કલ પીઆઇ આર. કે. સોલંકી સહિત ટીમે ઓપરેશન હાથ ધર્યુ હતુ અને શુક્રવારે બાતમીના આધારે ક્ષુધાશાંતિ લોજના રૂમમાંથી 4 શખ્સોને રૂ.100ના દરની 457 નકલી નોટો સાથે ઝડપી લીધા હતા.

 

આ શખ્સો શહેરની નાની-નાની દુકાનોમાં જઇ રૂ.10ની વસ્તુ લઇ તેની સામે રૂ.90 પરત લઇ લેતા હતા. આ રીતે આ શખ્સોએ પાલનપુરમાં નકલી નોટો વટાવતા હતા.’ આ શખ્સો પાસેથી 4 મોબાઇલ કિંમત રૂ. 6000 તેમજ રોકડ રૂપિયા 3750 મળી કુલ રૂ. 9750નો મુદ્દામાલ કબજે કરાયો હતો. અત્યાર સુધીમાં પાલનપુર સહિત અન્ય વિસ્તારમાં કેટલા રૂપિયાની નકલી નોટો વાપરી સહિતની વધુ તપાસ ચાલુ છે.

આ શખ્સો પાસે રૂ. 100 ના દરની નકલી નોટો હતી. જેમાં 4 જ સીરીઝની આ નકલી નોટો હતી. આમ એક જ સીરીઝની વધારે પડતી નોટો હોવાથી તે નોટ નકલી હોવાનો ખ્યાલ આવ્યો હતો.

 

નકલી નોટો ઝડપાયેલા શખ્સો

1.મહંમદસમીર મહંમદનસીમ મહંમદકરાર સૈયદ અને
2. મહંમદઆતીફ મહંમદનસી મહંમદકરાર સૈયદ (ઉં.વ.20), (બંને રહે.નાસીરગલી નં.4, મદીના કોલોની અબુબકર મસ્જીદ પાસે, લીસાડી રોડ, મેરઠ શહેર, જી.મેરઠ (યુ.પી.)
3. અબ્દુલકરીમ ઉર્ફે બિલાલખાન મહમંદતોહીદ પઠાણ (રહે.ગલી નં-5, શ્યામનગર રોડ, ગોલ્ડન ઇદગાહ કોલોની, મેરઠ શહેર,જી.મેરઠ
4. મહંમદઇ જીંમામ મહંમદરજી સૈયદ (રહે.લોઇયા,તા.સરદના,જી.મેરઠ

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!